ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેની આગામી મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમશે, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જુઓ
ભારતીય મહિલા ટીમે 2 નવેમ્બરના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી પહેલી વખત વનડે વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો. આ મેચમાં તેમણે 52 રનથી જીત મેળવી છે.

મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 52 રનથી શાનદાર જીત મેળવી હતી. તેમજ પહેલી વખત વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે.

આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શાનદાર રમત દેખાડી હતી. અંતે ટ્રોફી પોતાને નામ કરી હતી.

આ જીત બાદ હવે ભારતીય ચાહકોના મનમાં એક સવાલ એ છે કે, ભારતીય મહિલા ટીમ હવે પોતાની આગામી મેચ ક્યાં અને ક્યારે કઈ ટીમ વિરુદ્ધ રમાશે. ચાલો તેના વિશે જાણીએ.

તમને જણાવી દઈએ કે, વનડે વર્લ્ડકપનો ખિતાબ જીત્યાબાદ હવે ભારતીય મહિલા ટીમને લાંબો બ્રેક મળ્યો છે. હરમનપ્રીત કૌર અને તેની ટીમ આગામી મેચ ફ્રેબ્રુઆરી 2026માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. આ સમયે ટીમ ઈન્ડિયા ઓલફોર્મેટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.

આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ટી-20 મેચની સીરિઝ, 3 વનડે મેચની સીરિઝ અને એક માત્ર ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ પર સૌથી પહેલી ટી-20 સીરિઝ રમાશે.ત્યારબાદ વનડે અને ટેસ્ટ મેચ રમશે.

ટી-20 સીરિઝની શરુઆત 15 ફેબ્રુઆરીથી શરુ થશે. સીરિઝની પહેલી મેચ સિડનીમાં રમાશે. બીજી મેચ 19 ફ્રેબ્રુઆરીના રોજ કૈનબેરામાં ત્રીજી મેચ 21 ફેબ્રુઆરીના રોજ એડિલેડમાં રમાશે.

વનડે સીરિઝની વાત કરીએ તો પહેલી મેચ બ્રિસ્બેનમાં 24 ફેબ્રુઆરીના રોજ રમાશે. બીજી મેચ 27 ફેબ્રુઆરી અને છેલ્લી મેચ 1 માર્ચના રોજ હોબાર્ટમાં રમાશે. એક માત્ર ટેસ્ટ મેચ 6 માર્ચના રોજ પર્થમાં રમાશે.

ત્યારબાદ ભારતીય મહિલા ટીમ મેમાં 3 મેચની ટી-20 સીરિઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ સીરિઝ 28 મે થી 2 જૂન સુધી રમાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. જ્યાં ભારતીય ટીમની પહેલી મેચ 14 જૂનના રોજ પાકિસ્તાન વિરુદ્ધ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ બર્મિધમમાં રમાશે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
