ગૌર ગોપાલ દાસે શિખર ધવનના ઘરની લીધી મુલાકાત, જાણો શું કહ્યું
ગૌર ગોપાલ દાસે શિખર ધવનના ઘરની મુલાકાત લીધી છે. ગૌર ગોપાલ દાસે શિખર ધવનના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. શિખર ધવને પોસ્ટ શેર કરતાં ગોપાલ દાસજી વિશે લખ્યું છે અને તેના પર મોટિવેશનલ સ્પીકરે કોમેન્ટ કરીને શું કહ્યું તે જાણો.

શિખર ધવન એક ભારતીય ક્રિકેટર છે. લેફ્ટ હેન્ડના ઓપનિંગ બેટ્સમેન અને ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં કેપ્ટનની ભૂમિકા ભજવી ચૂક્યો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરે છે અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે.

આ પહેલા પણ શિખર ધવને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને સદગુરુ, ઓશો અને ગૌર ગોપાલ દાસ પાસેથી ઘણી બધી સ્ટોરી સાંભળી અને તેને કેવી રીતે અસ્વીકારનો સામનો કરવામાં અને ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવામાં મદદ કરી તે વિશે પણ વાત કરી.

ગૌર ગોપાલ દાસજી એક સાધુ, સન્યાસી, મોટિવેશનલ સ્પીકર અને લાઈફસ્ટાઈલ કોચ છે. ગોપાલ દાસ જી તેમના પુસ્તકો અને તેમની યુટ્યુબ ચેનલ દ્વારા લોકોને કૃષ્ણ ભક્તિ, શ્રીમદ ભગવદ ગીતા અને જીવનના અદ્ભુત રહસ્યો વિશે જાણકારી પ્રદાન કરે છે. તેને લોકોને મળવામાં પણ ખૂબ રસ છે.

શિખર ધવને ફોટો પોસ્ટ કરતાં લખ્યું છે કે તમે મારા ઘરે જે હૂંફ લાવ્યા તે બદલ તમારો આભારી છું. તમારી હાજરીએ તેને ખરેખર ખાસ બનાવ્યું, જે માત્ર મને જ નહીં પરંતુ મારા પરિવાર અને મિત્રોને પણ જ્ઞાન આપે છે. તમારો પ્રભાવ પ્રતિધ્વનિત હોય છે અને અમે સાથે શેર કરેલી ક્ષણોની અમે કદર કરીએ છીએ. હરે કૃષ્ણ શિખર ધવને લખ્યું છે.

ગોપાલ દાસે કોમેન્ટ કરતાં કહ્યું છે કે તમારી સાથે અને તમારા શાનદાર મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ જ આનંદદાયક હતો. તમને જાણવું અને તમારા આંતરિક તાલમેલ અને વાસ્તવિક જીવનમાં પણ તમે જે રીતે મેદાન પર અને મેદાનની બહાર શાંત રહો છો તે જોવું અદ્ભુત રહ્યું છે. મારી હાર્દિક શુભેચ્છાઓ અને પ્રાર્થના હંમેશા તમારી સાથે છે.
