પિતા મિકેનિકલ એન્જિનિયર, માતા શિક્ષક, પત્ની મીડિયા પ્રોફેશનલ, 2 બાળકોના પિતા કરુણ નાયરનો આવો છે પરિવાર
કરુણ નાયરે ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ 2017 માં રમી હતી.કરુણ નાયરને આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે લગભગ 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે.તો આજે આપણે કરુણ નાયરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી જાણીએ.

કરુણ નાયર 8 વર્ષ પછી ભારતીય ટીમમાં એન્ટ્રી કરી છે.પોતાની કારકિર્દીમાં, તેમણે 6 ટેસ્ટ અને 2 વનડે રમી છે, પરંતુ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ઘરેલુ ક્રિકેટમાં તેના સારા પ્રદર્શન બાદ, સોશિયલ મીડિયા પર માંગ થઈ હતી કે તેને તક આપવી જોઈએ.

કરુણ કલાધરન નાયર એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તે જમણા હાથનો ટોપ ઓર્ડર બેટ્સમેન છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે.

ક્રિકેટર કરુણ નાયરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

કરુણ નાયર 2016માં ઝિમ્બાબ્વે સામેની વનડેમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.અને તે જ વર્ષે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.કરુણનો જન્મ 6 ડિસેમ્બર 1991ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.તેમના માતા-પિતા કલાધરન નાયર અને પ્રેમા નાયર કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેંગન્નુરના વતની છે.

કલાધરન જે એક મિકેનિકલ એન્જિનિયર છે, તેમના પુત્રના જન્મ સમયે જોધપુરમાં પોસ્ટેડ હતા અને બાદમાં તેમના પરિવાર સાથે બેંગ્લોરના કોરામંગલા ગયા હતા જ્યાં તેમણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સ્પ્રિંકલર સિસ્ટમ પર પણ કામ કર્યું હતું.

કરણ નાયરની માતા પ્રેમા બેંગ્લોરના ચિન્મય વિદ્યાલયમાં શિક્ષિકા હતી. કરુણની એક મોટી બહેન, શ્રુતિ નાયર છે. કરુણ નાયર 28 માર્ચ 2001ના રોજ કોરમંગલા ક્રિકેટ એકેડેમીમાં જોડાયો, એક વર્ષ પછી તેમનો પરિવાર બેંગલુરુ ગયો અને શિવાનંદ પાસે કોચિંગ મેળવ્યું.તેમણે ચિન્મય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમની માતા ચોથા ધોરણ સુધી ભણાવતી હતી

ક્રિકેટની સારી તકો માટે ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં ગયા.તેમણે બેંગ્લોરની જૈન યુનિવર્સિટીમાં બીકોમ (ઓનર્સ)નો અભ્યાસ કર્યો. ક્રિકેટર અંગ્રેજી, હિન્દી, મલયાલમ, કન્નડ અને તમિલ સારી રીતે જાણે છે. તેમની માતૃભાષા મલયાલમ છે.

કરુણ નાયરે 2013-14 સીઝનમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં કર્ણાટકે રણજી ટ્રોફી જીતી હતી. તેમણે તેમની છેલ્લી લીગ મેચ અને પ્રથમ બે નોકઆઉટ મેચમાં સતત ત્રણ સદી ફટકારી હતી. 2014-15 સીઝનમાં તેઓ નબળા સ્કોર સાથે ખરાબ સમયમાંથી પસાર થયા હતા પરંતુ ફાઇનલમાં 328 રન ફટકારીને પાછા ફર્યા હતા. જેનાથી કર્ણાટક ફરીથી ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.

1946-47 પછી રણજી ફાઇનલમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર કર્ણાટકનો બીજો ખેલાડી અને રણજી ફાઇનલમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો. તે રણજી ટ્રોફીની ફાઇનલમાં બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોર પણ હતો.

તેમણે 2015-16 રણજી ટ્રોફીમાં 500 રન બનાવ્યા જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2018માં, તેમને 2018-19 દેવધર ટ્રોફી માટે ઈન્ડિયા A ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

2018-19 રણજી ટ્રોફી પહેલા તેમને આઠ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું.ઓગસ્ટ 2019માં, તેમને 2019-20 દુલીપ ટ્રોફી માટે ઈન્ડિયા રેડ ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

જાન્યુઆરી 2025માં, નાયરે વિજય હજારે ટ્રોફીમાં આઉટ થયા વગર 542 રન બનાવ્યા, જેનાથી લિસ્ટ A માં સૌથી વધુ રન બનાવવાનો નવો વિશ્વ રેકોર્ડ બન્યો. તે પાંચ મેચમાં અણનમ રહ્યો અને સતત ત્રણ સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો.

નાયરને મે 2016માં ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટે ભારતીય ODI અને T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુંઅને 11 જૂન 2016 ના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે સિરીઝમાં તેમનો વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) ડેબ્યૂ કર્યું હતુ.

26 નવેમ્બર 2016 ના રોજ, તેમણે મોહાલી ખાતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેમણે એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સિરીઝની અંતિમ મેચમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી, અને અણનમ 303 રન બનાવ્યા. આમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ટ્રિપલ-સેન્ચુરી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યા. તેઓ વીરેન્દ્ર સેહવાગ પછી ભારતના બીજા ટ્રિપલ-સેન્ચુરીયન પણ હતા, અને રમતના ઇતિહાસમાં પ્રથમ ટેસ્ટ સદીને ટ્રિપલમાં રૂપાંતરિત કરનાર ત્રીજા ખેલાડી હતો.

કરુણ 2012 અને 2013 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. તેણે 2014 ની IPL માં રાજસ્થાન રોયલ્સ સાથે સફળતા મેળવી હતી2016માં ગેરકાયદેસર સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગ તપાસમાં દોષિત ઠર્યા બાદ રાજસ્થાન પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,2018 ની IPLઓક્શનમાં કિંગ્સ XI પંજાબ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2021માં IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમીને IPLમાં પાછો ફર્યો. તેની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે હતી, જ્યાં તેણે 40 બોલમાં 89 રન બનાવ્યા હતા.

29 જૂન 2019ના રોજ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ગર્લફ્રેન્ડ સનાયા ટંકારીવાલા સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી, જે એક મીડિયા પ્રોફેશનલ છે. આ દંપતીએ 19 જાન્યુઆરી 2020ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. તેમના પુત્ર, કાયાન નાયરનો જન્મ જાન્યુઆરી 2022માં થયો હતો. કરુણ નાયર 2 બાળકોનો પિતા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
