Perth Test : વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સચિને અત્યારસુધી સૌથી વધારે સદી ફટકારી છે. તેના નામે 9 સદી છે. વિરાટ કોહલીના નામે પણ 9 સદી છે. જો વિરાટ કોહલી આ સીરિઝમાં હજુ એક સદી ફટકારી દે છે તો તે માસ્ટર બ્લાસ્ટરનો મહારેકોર્ડ તોડી શકે છે.

| Updated on: Nov 24, 2024 | 3:13 PM
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ખરાબ ફોર્મને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં સદી ફટકારી છે.

1 / 5
પ્રથમ દાવમાં પાંચ રન બનાવીને આઉટ થયેલા કોહલીએ બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. કોહલી પહેલા યશસ્વી જયસ્વાલે પણ ભારત માટે આ મેચમાં સદી ફટકારી હતી.

2 / 5
 તેની સદી સાથે કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયામાં કોહલીની આ સાતમી ટેસ્ટ સદી છે, જ્યારે સચિને તેની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયામાં છ સદી ફટકારી હતી. એટલું જ નહીં, છ વર્ષ બાદ ટેસ્ટ ફોર્મેટમાં કોહલીની આ પ્રથમ સદી છે. તેણે છેલ્લે 2018માં આ ફોર્મેટમાં સદી ફટકારી હતી

3 / 5
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને હવે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાના 2000 રન પૂરા કર્યા છે. કોહલીએ પોતાની 44મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે અને આવું કરનાર તે 5મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને ચેતેશ્વર પૂજારાએ આ કારનામું કર્યું હતું. સચિનના નામે હજુ પણ 3262 રનનો રેકોર્ડ છે.

4 / 5
 કોહલીની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને છે. સચિન તેંડુલકરની 100 સદી સાથે ટોપ પર છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">