અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત, 5 ઈજાગ્રસ્ત, જુઓ Video

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત, 5 ઈજાગ્રસ્ત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2024 | 8:53 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ SG હાઈવે અને ગાંધીનગરના કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે 2 સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે.

હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે ટક્કર મારી હતી. હાઈકોર્ટ પાસેના ઓવરબ્રિજ પર ડો.અનીસ અને ક્રિષ્ના શુક્લા નામના સાઈકલ સવારને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈજાગ્રસ્તના લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે SG હાઇવે-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કલોક કોર્ટ રોડ પર અકસ્માતમાં 1 મહિલાનું મોત

બીજી તરફ ગાંધીનગરના કલોલ કોર્ટ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિટ એન્ડ રનની ઘટના લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. રોષે ભરાયેલું ટોળું કલોલ આરોગ્ય કેન્દ્રએ ઉમટ્યું હતુ. જો કે પોલીસે પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">