Boondi Ladoo Recipe : ઘરે બજાર જેવા જ બુંદીના લાડુ બનાવવા અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો
ભારતમાં વિવિધ શહેરો તેમની ખાસ વાનગીઓ માટે જાણીતા હોય છે. ત્યારે ઘણી વખત બજાર જેવી સ્વાદિષ્ટ મીઠાઈ અને વાનગીઓ ઘરે નથી બનાવી શક્તા તો આજે આપણે જાણીશું કે બુંદીના લાડુ ઘરે કેવી રીતે બનાવી શકાય છે.

બુંદીના લાડુ બનાવવા માટે બેસન, બેકિંગ સોડા, ફૂડ કલર, મીઠું, એલચી પાઉડર, મગતરીના બીજ, પિસ્તાની કતરી, ઘી અથવા તેલ, ખાંડ અને પાણીની જરુર પડશે.

સૌ પ્રથમ બુંદીના લાડુ બનાવવા માટે એક વાસણમાં બેસનને ચાળી લો. હવે તેમાં એક ચપટી મીઠું અને સોડા તેમજ એક ચમચી તેલ નાખી મિક્સ કરી લો.તેમાં પાણી ઉમેરી પાતળુ બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટરમાં ગાંઠા ન પડી જાય.

હવે એક પેનમાં ખાંડમાં પાણી ઉમેરી ધીમી આંચ પર ખાંડ ઓગળે અને થોડીક ચીકાસ આવે ત્યાં સુધી તેને ગરમ કરી દો.તેમાં ઈલાયચી અને કેસરના ઉમેરી શકો છો.

એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. ત્યાર બાદ બુંદી પાડવાની ચાળણીમાં બેટર નાખવાથી બુંદી જાતે જ પડી જશે. ગેસની આંચ મીડીયમ રાખો. જ્યાં સુધી બુંદી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બુંદીને તળી લો.

તળેલી બુંદીને ચાસણમાં નાખીને બરાબર મિક્સ કરો. જો ચાસણી ઠરી ગઈ હોય તો તેને ગરમ કરી લેવી જેથી બુંદીમાં બરાબર મિક્સ કરી શકાય. ચાસણીમાં બુંદીને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. હવે મિશ્રણમાં ડ્રાયફ્રુટ ઉમેરી લાડુ બનાવી સર્વ કરી શકો છો.
