AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બટુક ભૈરવ મંદિર : ચોકલેટ અને બિસ્કિટ ધરાવાતા વારાણસીનું અનોખું મંદિર

Batuk Bhairav Mandir Varanasi: કાશીના બટુક ભૈરવ મંદિરમાં ભગવાનને પરંપરાગત ભોગને બદલે ચોકલેટ, બિસ્કિટ અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. લોકો માને છે કે આમ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંદિર શિવના બાળ સ્વરૂપને સમર્પિત છે અને તેની અનોખી પ્રથા લોકોને ખૂબ આકર્ષે છે. દર્શન કરવાથી શારીરિક અને માનસિક તકલીફોમાં રાહત મળે છે તેવી પણ માન્યતા છે.

બટુક ભૈરવ મંદિર : ચોકલેટ અને બિસ્કિટ ધરાવાતા વારાણસીનું અનોખું મંદિર
Batuk Bhairav Mandir
| Updated on: Nov 24, 2024 | 2:55 PM
Share

Batuk Bhairav Temple: ઘણીવાર લોકો ભગવાન શિવના મંદિરમાં ગાયનું દૂધ,બીલી પત્ર અને ભાંગ વગેરે ચડાવવામાં છે. પરંતુ એક અનોખું મંદિર પણ છે જ્યાં ભગવાનને ટોફી, બિસ્કીટ, નમકીન અને ચોકલેટ વગેરે ચઢાવવામાં આવે છે. લોકોનું માનવું છે કે અહીં ભગવાનને આ વસ્તુઓ ચઢાવવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ સાથે જ વ્યક્તિની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આવો જાણીએ આ મંદિર ક્યાં છે અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

આ મંદિર ક્યાં છે?

ભોલેનાથનું આ અનોખું મંદિર વારાણસીમાં છે, જે શિવની નગરી તરીકે ઓળખાય છે. કાશીને મંદિરોની નગરી કહેવામાં આવે છે. વાસ્તવમાં આ શહેરના દરેક ખૂણામાં ભગવાન શિવ વિરાજમાન છે. આ સિવાય અહીં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાંથી એક કામછામાં આવેલું બટુક ભૈરવનું મંદિર છે. બટુક ભૈરવને ભગવાન શિવનું બાળ સ્વરૂપ માનવામાં આવે છે.

ચોકલેટ અને બિસ્કીટનો ભોગ ધરાવવામાં આવે છે

આ મંદિરમાં ભગવાન બટુક ભૈરવની પૂજા કરવામાં આવે છે. જેમાં બટુક એટલે બાળક. કાશીના બટુક ભૈરવની ઉંમર 5 વર્ષની કહેવાય છે. જે રીતે લોકો બાળકને પ્રેમ કરે છે અને સ્નેહ આપે છે, તેવી જ રીતે ત્યાં આવતા ભક્તો બટુક ભૈરવને ટોફી, ચોકલેટ અને બિસ્કીટ વગેરે અર્પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મુશ્કેલીઓ દૂર થાય છે

એવી પણ માન્યતા છે કે ભગવાન બટુક ભૈરવના દર્શન કરવાથી તમામ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો દૂર થઈ જાય છે. આ સિવાય કુંડળીમાં રાહુ અને કેતુની પરેશાનીઓથી પણ રાહત મળે છે. આટલું જ નહીં, ઉપરના અવરોધોને લગતી સમસ્યાઓ પણ તેના દર્શનથી દૂર થઈ જાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">