Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, વિવેકાનંદ જયંતિ પર યુવાનોનો મહાકુંભ... જાણો PM મોદીના મન કી બાત કાર્યક્રમની મોટી વાતો

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, વિવેકાનંદ જયંતિ પર યુવાનોનો મહાકુંભ… જાણો PM મોદીના મન કી બાત કાર્યક્રમની મોટી વાતો

| Updated on: Nov 24, 2024 | 2:30 PM

Mann ki baat 24 Nov 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં વિવિધ વિષયો પર પોતાના મંતવ્યો શેર કર્યા હતા. તેમણે કચરામાંથી ફેશન એસેસરીઝ બનાવવા માટે મુંબઈની બે દીકરીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને ચકલીના સંરક્ષણ માટે ચેન્નાઈના ટ્રસ્ટના પ્રયાસોને પ્રકાશિત કર્યા હતા.

મહારાષ્ટ્રમાં બમ્પર જીત બાદ આજે પીએમ મોદીએ તેમના પ્રતિમાસના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકો સાથે જોડાયા. તેમણે આજે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનઆઈસીસી ડે પર તેમના શાળાના દિવસોને યાદ કર્યા. આટલું જ નહીં PM એ દેશના યુવાનોને એનીસીમાં જોડાવા માટે પણ અપીલ કરી છે.

આ સિવાય પીએમએ કહ્યું કે 12 જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતિના અવસરે ભારત મંડપમમાં યુવા વિચારોનો મહાકુંભ યોજાશે. તેને ‘Developed India Young Leaders Dialogue’ નામ આપવામાં આવ્યું છે. આ સિવાય મોદીએ ગુયાનાની તેમની વિદેશ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ચકલીના યોગદાનનો ઉલ્લેખ

પીએમ મોદીએ કહ્યું કે આપણી આજુબાજુની જૈવવિવિધતાને જાળવવામાં ચકલીનું ખૂબ જ મહત્વનું યોગદાન છે, પરંતુ આજે શહેરોમાં ચકલીઓ ખૂબ જ મુશ્કેલીથી જોવા મળે છે. વધતા શહેરીકરણને કારણે ચકલી આપણાથી દૂર થઈ ગઈ છે. આજની પેઢીના ઘણા એવા બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વીડિયોમાં જ જોઈ છે. આવા બાળકોના જીવનમાં આ મનોહર પંખીને પાછું લાવવા માટે કેટલાક અનોખા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિવેકાનંદ જયંતિ નિમિત્તે યુવા વિચારોનો યોજાશે મહાકુંભ

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે દેશ 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના રોજ ‘યુવા દિવસ’ ઉજવે છે. આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ છે. આ વખતે તે ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યુવા વિચારોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે ‘વિકસિત ભારત Young Leaders Dialogue’.

PM મોદીએ તેમના શાળાના દિવસોને યાદ કર્યા

વડાપ્રધાન મોદીએ તેમના મન કી કાર્યક્રમમાં સૌથી પહેલા NCCનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે, NCC મને મારા શાળાના દિવસોની યાદ અપાવે છે. NCC ડે પર મોદીએ કહ્યું કે હું પોતે NCC કેડેટ રહ્યો છું. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આમાંથી મળેલો અનુભવ મારા માટે અમૂલ્ય છે. NCC સેવા, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે. પીએમ મોદીએ કહ્યું કે NCCને મજબૂત કરવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું કે 2014માં લગભગ 14 લાખ યુવાનો NCCમાં જોડાયા હતા અને 2024માં 20 લાખ યુવાનો તેમાં જોડાશે.

g clip-path="url(#clip0_868_265)">