AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vav By-Election Result : ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન,કહ્યુ-ક્ષતિઓનું એનાલિસિસ કરીશુ, જુઓ Video

Vav By-Election Result : ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન,કહ્યુ-ક્ષતિઓનું એનાલિસિસ કરીશુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2024 | 4:14 PM
Share

ગુજરાતમાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. જેમાં ભાજપના સ્વરુપજી ઠાકોરે 1300 મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પરિણામ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને મત આપવા બદલ વાવ વિધાનસભાના મતદારોનો આભાર માન્યો હતો. સાથે જ ભાજપના સ્વરુપજી ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેવે કહ્યુ કે ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે.અમે લોકચૂકાદાને સ્વીકાર કરીએ છીએ.ક્ષતિઓનું એનાલિસિસ કરીશુ. સાથે જ તેમણે કહ્યુ કે અમે હારીશું તો પણ લોકો સાથે રહીંશુ અને જીતીશુ તો પણ પ્રજા સાથે રહીશુ.

વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. 2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. બીજી તરફ ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં ગેનીબેન જીત્યા હતા. જો કે લોકસભામાં પણ ગેનીબેને ભવ્ય જીત મેળવતા આ બેઠક ખાલી પડતા ફરી ચૂંટણી યોજાઇ.

Published on: Nov 23, 2024 04:14 PM
g clip-path="url(#clip0_868_265)">