રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત, વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત હોવાનું સામે આવ્યુ છે. ત્યારે રાજકોટની કેટલીક સસ્તા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો ન હોવાથી વેપારી અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2024 | 10:06 AM

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત હોવાનું સામે આવ્યુ છે. 20 જેટલી દુકાનોમાં પૂરતો જથ્થો ન આવતા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતા પુરવઠામાંથી જ જથ્થો ન મળ્યો હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યાં છે.

સરકારમાંથી અનાજનો જથ્થો ન આવતા ગ્રાહકોમાં રોષ

તુવેર દાળ માટે 100 ટકા રુપિયા ભર્યા છતા માત્ર 30 ટકા જ જથ્થો અપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પૂરતો જથ્થો ન આવતા હોવાથી ગ્રાહકોને તુવેર દાળ ન ગ્રાહકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. સરકારમાંથી જથ્થો મોડો આવતા દુકાનોમાં જ જથ્થો ન પહોંચ્યો હોવાનું સામે આવી રહ્યું છે. વહેલીતકે સરકાર પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપે તેવી વેપારીઓની માગ કરવામાં આવી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">