આજનું હવામાન : રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર મોટાભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજથી કેટલાક જિલ્લાઓમાં પવનની દિશા બદલતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. મોટાભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજથી કેટલાક જિલ્લાઓમાં પવનની દિશા બદલતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. પવનની દિશા ઉત્તર પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થશે. આજે અમદાવાદ, અમરેલી, ભરૂચ, જામનગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં કેવુ રહેશે તાપમાન
બીજી તરફ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, નર્મદા, ખેડા, મોરબી, કચ્છ, જુનાગઢ, ડાંગ, બોટાદ, છોટાઉદેપુર, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગર, દેવભૂમિ દ્વારકા, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર વલસાડ, તાપી, સુરત,નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.