Independence Day 2026: ભારત માટે ડેબ્યૂ કરનારા ક્રિકેટરો, જે ભાગલા બાદ પાકિસ્તાન તરફથી રમ્યા ક્રિકેટ
1947માં ભારતના ભાગલા સાથે માત્ર સરહદો અને લોકો જ અલગ થયા નહોતા, પરંતુ ક્રિકેટની દુનિયામાં પણ મોટી ઉથલપાથલ થઈ હતી. કેટલાક ક્રિકેટરો એવા હતા, જેમણે અવિભાજિત ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, પરંતુ ભાગલા બાદ પાકિસ્તાનની ટીમ પસંદ કરી. આ યાદીમાં ત્રણ મોટા નામ સામેલ છે.

ભારતના ભાગલા સમયે, ફક્ત બંને દેશોની જમીન અને લોકોનું જ વિભાજન થયું ન હતું, પરંતુ આ ભાગલાએ તે હસ્તીઓને પણ વિભાજીત કરી દીધા હતા જેઓ એક સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરતા હતા.

ભારત માટે રમ્યા બાદ પાકિસ્તાન પસંદ કરનાર સૌથી મોટું નામ અબ્દુલ હાફીઝ કારદારનું છે. તેમણે 1946માં ઈંગ્લેન્ડ સામે ભારત માટે ત્રણ ટેસ્ટ રમી હતી. ભાગલા બાદ તેઓ પાકિસ્તાન ગયા અને નવા દેશના પ્રથમ ટેસ્ટ કેપ્ટન બન્યા. પાકિસ્તાન માટે તેમણે 23 ટેસ્ટમાં 927 રન બનાવ્યા.

આમિર ઇલાહીએ 1947માં ભારત માટે એક ટેસ્ટ રમી હતી. ભાગલા બાદ તેઓ પાકિસ્તાનની ટીમમાં જોડાયા અને 1952માં ભારત સામે પાકિસ્તાનની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં રમ્યા. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ છ ટેસ્ટ આવ્યા, જેમાં તેમણે 82 રન અને સાત વિકેટ મેળવી.

ગુલ મોહમ્મદે 1946માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેઓ 1952 સુધી ભારતીય ટીમનો ભાગ રહ્યા. 1956માં તેઓ પાકિસ્તાન ગયા અને ત્યાં સ્થાયી થયા. ત્યારબાદ તેમણે પાકિસ્તાન માટે એક ટેસ્ટ રમી. ભારત અને પાકિસ્તાન બંને માટે ટેસ્ટ રમનાર તેઓ સૌથી અનોખા ખેલાડીઓમાંના એક હતા.

કેટલાક ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ નહીં, પરંતુ રણજી ટ્રોફી જેવી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ભાગ લીધો હતો. ફઝલ મહમૂદે ઉત્તર ભારત અને પંજાબ માટે ક્રિકેટ રમી હતી. ભાગલા બાદ તેમણે પાકિસ્તાન માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને 34 ટેસ્ટમાં 139 વિકેટ ઝડપી.

નઝર મોહમ્મદ, ઇમ્તિયાઝ અહેમદ અને મોહમ્મદ નિસાર જેવા ખેલાડીઓએ પણ ભાગલા પહેલાં ભારતમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી, પરંતુ બાદમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું. આ ક્રિકેટરોની કહાની બતાવે છે કે 1947ના ભાગલાની અસર રમતગમતની દુનિયા પર પણ કેટલી ઊંડી પડી હતી. (PC:X/INSTAGRAM/GETTY)
Breaking News: 2015ની એ ફાઈટ જેણે લીધો જીવ, 11 વર્ષ સુધી લડ્યા બાદ 33 વર્ષની ઉંમરે બોક્સરનું નિધન
