AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત રેન્ટ બિલ 2026, ભાડૂઆતો અને મકાન માલિકો માટે નિયમોમાં મોટા ફેરફારો, જુઓ Video

Breaking News : ગુજરાત રેન્ટ બિલ 2026, ભાડૂઆતો અને મકાન માલિકો માટે નિયમોમાં મોટા ફેરફારો, જુઓ Video

| Updated on: Sep 09, 2026 | 9:01 PM
Share

ગુજરાત સરકારે ‘ગુજરાત રેન્ટ બિલ 2026’ રજૂ કરવાની દરખાસ્ત કરી છે, જે ભાડાના કાયદામાં મોટા ફેરફારો લાવશે. હવે લેખિત ભાડા કરાર ફરજિયાત બનશે અને સિક્યુરિટી ડિપોઝિટ ત્રણ મહિનાના ભાડાથી વધુ લઈ શકાશે નહીં.

ગુજરાતમાં ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા કાયદાઓમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. રાજ્ય સરકારે દાયકાઓ જૂના ભાડા કાયદામાં સુધારા કરવા તૈયારી શરૂ કરી છે. શહેરી વિકાસ પ્રધાન કનુ દેસાઈએ ગૃહમાં ‘ગુજરાત રેન્ટ બિલ 2026’ રજૂ કરવાની દરખાસ્ત કરી છે. આ નવા કાયદાનો ઉદ્દેશ્ય મકાન માલિકો અને ભાડૂઆતો બંને માટે ભાડા સંબંધિત નિયમોને વધુ સ્પષ્ટ બનાવવાનો છે.

પ્રસ્તાવિત બિલ મુજબ, હવે ભાડા કરાર લેખિતમાં કરવો ફરજિયાત બનશે. મકાન માલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યુરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. ભાડુઆત મકાન ખાલી કરે ત્યારબાદ જરૂરી કપાત કર્યા પછી બાકીની ડિપોઝિટ એક મહિનામાં પરત કરવી પડશે. બિલમાં નવી રેન્ટ ઓથોરિટીની રચના કરવાની જોગવાઈ પણ છે, જેને ભાડાની મિલકત સંબંધિત તમામ જરૂરી વિગતો આપવી પડશે.

સમારકામની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરાઈ છે. મકાનના માળખાગત સમારકામ માટે મકાન માલિક જવાબદાર રહેશે, જ્યારે નિયમિત સમારકામ માટે ભાડુઆત જવાબદાર ગણાશે. સૌથી મહત્વની જોગવાઈઓમાંની એક એ છે કે, જો ભાડા કરાર પૂર્ણ થયા પછી પણ ભાડુઆત મિલકતનો કબજો જાળવી રાખે તો તેને બમણું ભાડું ચૂકવવું પડી શકે છે. આ બિલ રાજ્યમાં ભાડા વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવશે તેવી અપેક્ષા છે.

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 7 રેલવે કોરિડોરને 4-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી, ટ્રેનની અવરજવર થશે સરળ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">