AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખું શેરબજાર તૂટ્યું પણ અદાણીનો શેર ચમક્યો, Nifty માં 10% ના કડાકા વચ્ચે આપ્યું 35% નું બમ્પર રિટર્ન

શેરબજારમાં ચોતરફ કડાકા અને વેચવાલીના માહોલ વચ્ચે પણ અદાણી ગ્રુપ (Adani Group) ના એક શેરે કમાલ કરી બતાવી છે. 9 સપ્ટેમ્બરે આ સ્ટોક 5% સુધી ઉછળીને આખા નિફ્ટી 50 નો 'ટોપ ગેઇનર' બની ગયો. એક તરફ વર્ષ 2026 માં નિફ્ટીમાં 10% નો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ અદાણીના આ મલ્ટિબેગર સ્ટોકે 35% થી પણ વધુનું બમ્પર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે.

| Updated on: Sep 09, 2026 | 7:21 PM
Share
શેરબજારના કડાકા વચ્ચે ગૌતમ અદાણી (Gautam Adani) ની ફ્લેગશિપ કંપનીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.  9 સપ્ટેમ્બરે અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises Share) ના શેર 5 ટકા સુધી ઉછળ્યા છે. ખાસ વાત એ છે કે, આ ઉછાળા સાથે અદાણીનો શેર Nifty નો ટોપ ગેઇનર સ્ટોક બની ગયો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરોમાં આ તેજી એટલા માટે આવી છે, કારણ કે કંપનીની એરપોર્ટ સબ્સિડિયરીએ ફંડ એકઠું કરવા માટે મોટા રોકાણકારો સાથે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર સાઇન કર્યા છે. આ રોકાણકારોમાં બ્લેકરોક (BlackRock), ટેમાસેક (Temasek), પ્રેમજી ઇન્વેસ્ટ (Premji Invest) અને આલ્ફા વેવ (Alpha Wave) નો સમાવેશ થાય છે, જેઓ કંપનીમાં 5.54 ટકા સુધીનો હિસ્સો ખરીદશે.

1 / 5
અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 2960 રૂપિયાના સ્તરે ખુલ્યા અને ઇન્ટ્રા-ડેમાં ₹3142 નો હાઇ બનાવ્યો. ખાસ વાત એ છે કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 35% થી વધુની તેજી દર્શાવી ચૂક્યા છે, જ્યારે આ દરમિયાન નિફ્ટી 50 માં લગભગ 10% નો ઘટાડો આવ્યો છે. બીજું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 09 સપ્ટેમ્બરને રોજ બુધવારે અંદાજે 5% ઉછળીને ₹3,104.7 પર બંધ થયા હતા.

2 / 5
9 સપ્ટેમ્બરે રેગ્યુલેટરી ફાઈલિંગમાં અદાણી એન્ટરપ્રાઇઝિસે જણાવ્યું કે, તેણે પોતાની સંપૂર્ણ માલિકીની સબ્સિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સાથે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ કર્યું છે. સાથે જ, AAHL દ્વારા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ફંડ એકઠું કરવા માટે રોકાણકારોની ઓળખ પણ કરી લીધી છે. આ રોકાણકારો એરપોર્ટ ઓપરેટર કંપનીમાં 5.54 ટકા સુધીનો હિસ્સો ખરીદશે.

3 / 5
આ રોકાણકારોમાં આલ્ફા વેવ III, પ્રેમજી ઇન્વેસ્ટ અને ટેમાસેકનું જોંગસોંગ ઇન્વેસ્ટમેન્ટ્સ જેવા નામ જોડાયેલા છે. આ સિવાય બ્લેકરોકના ચાર ફંડ (બ્લેકરોક ગ્લોબલ એલોકેશન પોર્ટફોલિયો, બ્લેકરોક ગ્લોબલ ફંડ્સ - ગ્લોબલ એલોકેશન ફંડ, બ્લેકરોક સ્ટ્રેટેજિક ઇનકમ ઓપોર્ચ્યુનિટીઝ પોર્ટફોલિયો અને બ્લેકરોક ગ્લોબલ ફંડ્સ - ફિક્સ્ડ ઇનકમ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ) પણ છે.

4 / 5
આ ઘટનાક્રમ AAHL ના ફંડ એકઠું કરવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. હાલમાં AAHL માં અદાણી એન્ટરપ્રાઇઝિસની 100% હિસ્સેદારી છે. શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ હેઠળના અધિકારો ત્યારે લાગુ થશે, જ્યારે પસંદ કરેલા રોકાણકારો દ્વારા રોકાણનો પહેલો હપ્તો પૂર્ણ થઈ જશે અને ત્યારપછી તેને AAHL ના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' માં જોડવામાં આવશે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું Nifty 28,770 ના સ્તરે પહોંચશે ? શેરબજારમાં આગામી મહિનાઓ કેવા રહેશે ? જાણીતી બ્રોકરેજ ફર્મે કર્યો ‘મોટો દાવો’

Follow Us
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

g clip-path="url(#clip0_868_265)">