AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: શું તમે વાપરશો AI ટૂથબ્રશ ? કેમેરા દ્વારા રાખશે દાંતના ખૂણેખૂણા પર નજર, ખરીદતા પહેલા જાણો વાસ્તવિકતા

શું તમે પણ રોજ બ્રશ કરો છો છતાં મોંમાંથી દુર્ગંધ આવે છે કે દાંત પીળા જ રહે છે? જો હા, તો હવે ટેકનોલોજી તમારી આ મોટી સમસ્યાનો ઉકેલ લઈને આવી ગઈ છે. બજારમાં એક અનોખો AI કેમેરા ટૂથબ્રશ લોન્ચ થયો છે, જે તમારા મોંના ખૂણેખૂણાની સફાઈ લાઈવ સ્ક્રીન પર બતાવશે. ખાસ વાત એ છે કે, આ સ્માર્ટ બ્રશ દાંતની સફાઈમાં રિયલ-ટાઈમ ટ્રેકિંગ કરે છે.

Trending Video: શું તમે વાપરશો AI ટૂથબ્રશ ? કેમેરા દ્વારા રાખશે દાંતના ખૂણેખૂણા પર નજર, ખરીદતા પહેલા જાણો વાસ્તવિકતા
Image Credit source: AI Generated
| Updated on: Sep 09, 2026 | 8:05 PM
Share

બ્રશ કરવા છતાં જો મોંમાંથી દુર્ગંધ આવતી હોય અને દાંત સરખી રીતે સાફ ન થતા હોય, તો હવે બજારમાં AI કેમેરા ટૂથબ્રશ આવી ગયો છે. આ બ્રશ તમારા મોંના ખૂણેખૂણાને સાફ કરશે. સાથે એ પણ જણાવશે કે, ક્યાંની સફાઈ બાકી રહી ગઈ છે.

એક કપલે તાજેતરમાં લેટેસ્ટ ‘AI કેમેરા ટૂથબ્રશ’ ટ્રાય કર્યો. તેની કિંમત લગભગ 47,000 રૂપિયા છે. આપણી લાઈફમાં દરેક વસ્તુ AI સાથે જોડાઈ ગઈ છે, તો વિચારો કે આ ‘AI કેમેરા ટૂથબ્રશ’ થી બ્રશ કરવાનો અનુભવ કેવો રહ્યો હશે, જ્યારે તે તમારા મોંમાં જઈને સ્કેનિંગ કરશે.

કેમેરા અને AI સેન્સર

AI કેમેરા ટૂથબ્રશના આ ઓરલ કેર ડિવાઇસમાં એક નાનો HD કેમેરા અને AI સેન્સર લાગેલ છે, જે તમારા દાંતની સફાઈ લાઈવ સ્ક્રીન પર સ્પષ્ટ બતાવે છે. આનાથી તમે રોજના ધોરણે તમારા દાંતના સ્વાસ્થ્યની તપાસ કરી શકશો.

રિયલ-ટાઈમ ટ્રેકિંગ પણ કરે છે ‘બ્રશ’

સારી વાત એ છે કે, બ્રશ કરતી વખતે તમે આ એપ દ્વારા તે ભાગોની ઓળખ પણ કરી શકશો, જ્યાં સફાઈ યોગ્ય રીતે નથી થઈ રહી. સામાન્ય બ્રશ અને ઈલેક્ટ્રિક બ્રશથી એ ખબર નથી પડતી કે, ક્યાં વધારે બ્રશ કરવું જોઈએ કે ક્યાં સફાઈ કરવી અત્યંત જરૂરી છે?

આ છે ‘પ્રીમિયમ સેગમેન્ટ’

આ ટૂથબ્રશને ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેઓ હાઇજીન અને ટેકનોલોજીને એકસાથે પસંદ કરે છે અને પોતાના દાંતને મિનિટોમાં વધુ સારી રીતે સાફ કરવા માગે છે. જો કે, AI કેમેરા ટૂથબ્રશનો ઉપયોગ કરનાર એક કપલે પોતાનો અનુભવ શેર કર્યો છે. કપલે જ્યારે આ બ્રશનો ઉપયોગ કર્યો, ત્યારે તેમનો અનુભવ અપેક્ષાઓ કરતાં ઘણો અલગ રહ્યો.

મોંની અંદર કેમેરા રાખીને બ્રશ કરવો યોગ્ય નથી

તેમણે જણાવ્યું કે, મોંની અંદર કેમેરા રાખીને બ્રશ કરવો અને પછી પોતાના ફોનની સ્ક્રીન તરફ જોવું યોગ્ય નથી. જો તમે આ કામ રોજ કરશો તો તમે પોતે જ અનુભવશો કે દાંતના દરેક ખૂણાને સ્ક્રીન પર જોવાની મજબૂરીએ એક સાધારણ કામને ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું છે. આ સિવાય તેમણે કહ્યું કે, રોજ દાંત સાફ કરવાની આદત માટે આ ડિવાઇસ ખૂબ જ અઘરું છે. હવે જ્યારે આનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે, કોઈ લેબમાં મોંની તપાસ કરી રહ્યા છીએ.

જો કે, આ ટૂથબ્રશ ઓરલ હાઇજીનના ક્ષેત્રમાં ડાયસનનો એક ટેકનિકલ પ્રયોગ છે અને તેના ઉપયોગ પર હવે સવાલો ઊઠી રહ્યા છે. આ ડિવાઇસની કિંમત લગભગ 47,000 રૂપિયા છે. આટલું મોંઘું હોવા છતાં તેનો ઉપયોગ કરવો પણ ખૂબ મુશ્કેલ છે.

શું છે આ બ્રશની ખાસિયત?

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઓરલ કેર ડિવાઇસમાં એક નાનો HD કેમેરા અને AI સેન્સર લાગેલ છે. તેની મદદથી તમે દાંતની સફાઈ લાઈવ સ્ક્રીન પર જોઈ શકો છો. તમે જ્યારે બ્રશ કરી રહ્યા હોવ છો, ત્યારે એપની મદદથી તમે તે ભાગોની ઓળખ કરી શકો છો, જ્યાં સરખી રીતે સફાઈ નથી થઈ શકી. આ ડિવાઇસ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ હાઇજીન અને ટેકનિકને પસંદ કરે છે.

Trending Video: 30.75 સેકન્ડમાં સફાચટ ! મહિલાએ ખાઈ લીધું 613 ગ્રામનું ‘આખું બરીટો’, રચ્યો ‘Guinness World Record’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">