AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: 30.75 સેકન્ડમાં સફાચટ ! મહિલાએ ખાઈ લીધું 613 ગ્રામનું ‘આખું બરીટો’, રચ્યો ‘Guinness World Record’

ખાવાની વાત જ્યારે આવે છે, ત્યારે મોટાભાગના લોકો શાંતિથી સ્વાદ માણીને ખાવાનું પસંદ કરે છે. જો કે, દુનિયામાં કેટલાક એવા મહારાથીઓ પણ છે કે, જેમના માટે ખાવાનો અર્થ જ એક હાઈ-સ્પીડ રેસ બની જાય છે. હવે વાત એમ છે કે, એક યુવતીએ માત્ર 30.75 સેકન્ડમાં 613 ગ્રામનું ભારે મેક્સીકન બરીટો સફાચટ કરીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.

Trending Video: 30.75 સેકન્ડમાં સફાચટ ! મહિલાએ ખાઈ લીધું 613 ગ્રામનું 'આખું બરીટો', રચ્યો 'Guinness World Record'
Image Credit source: AI Generated
| Updated on: Sep 09, 2026 | 4:31 PM
Share

ખાવાની વાત જ્યારે આવે છે, ત્યારે મોટાભાગના લોકો શાંતિથી સ્વાદ માણીને ખાવાનું પસંદ કરે છે. દુનિયામાં કેટલાક એવા મહારાથીઓ પણ છે કે, જેના માટે ખાવાનું કોઈ હાઈ-સ્પીડ રેસ સમાન હોય છે.

બ્રિટનની પ્રખ્યાત કોમ્પિટિટિવ ઈટર લીયા શટકીવરે ફરી એકવાર એવું જ કારનામું કરીને સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. લીયાએ પ્લેટમાં રાખેલું ભારેખમ બરીટો માત્ર 30.75 સેકન્ડમાં ખાઈને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (GWR) પોતાના નામે કરી લીધો છે.

જોનારાઓના શ્વાસ થંભી ગયા

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વીડિયોમાં જોઈ શકાય છે કે, જેવું ટાઈમર શરૂ થાય છે, લીયા એક ક્ષણ પણ ગુમાવ્યા વિના બરીટો પર તૂટી પડે છે. લગભગ 613 ગ્રામ વજન ધરાવતું મેક્સીકન બરીટો તે એટલા મોટા બાઈટ્સ સાથે ગળી જાય છે કે, જોનારાઓના શ્વાસ થંભી જાય છે.

ચેલેન્જ દરમિયાન સૌથી ખાસ વાત એ રહી કે, આટલી ઝડપથી ખાવા છતાં લીયાએ પ્લેટ કે આસપાસ જરાય પણ ખાવાનું ઢોળ્યું નહીં. ઘડિયાળનો કાંટો જેવો 30.75 સેકન્ડ પર પહોંચ્યો, લીયાએ છેલ્લો કોળિયો મોંમાં મૂક્યો અને જજને બતાવવા માટે પોતાની જીભ બહાર કાઢી કે, તેમનું મોં સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે. તેમની આ ગજબની સ્પીડ અને સફાઈ જોઈને ત્યાં હાજર ઓફિશિયલ જજ પણ હેરાન રહી ગયા.

માણસ કે ઈટિંગ મશીન…?

આ પહેલીવાર નથી જ્યારે લીયાએ આ કારનામું કર્યું હોય. અગાઉ પણ આ રેકોર્ડ લીયાના નામે જ હતો. જો કે, વર્ષ 2022 માં અમેરિકાની કોમ્પિટિટિવ ઈટર મિકી સુડોએ 31.47 સેકન્ડમાં બરીટો ખાઈને લીયાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. લીયાએ હાર ન માની અને આ વખતે લગભગ 2 સેકન્ડનો સમય ઘટાડીને પોતાનો ખોવાયેલો તાજ ફરીથી મેળવી લીધો.

લીયાના નામે કેટલા રેકોર્ડ?

તમને જણાવી દઈએ કે, લીયાના નામે ખાવા સંબંધિત 40 થી પણ વધુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ નોંધાયેલા છે, જેમાં 1 મિનિટમાં 8 ચુરોસ ખાવા અને 1 મિનિટમાં 613 ગ્રામ સ્ટ્રોબેરી ખાવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, આ વાયરલ વિડીયો પર યુઝર્સ જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે રમૂજ કરતાં લખ્યું કે, આટલા સમયમાં તો અમે માત્ર એ જ નક્કી કરી શકીએ છીએ કે ખાવાની શરૂઆત કઈ તરફથી કરવી. અન્ય એક યુઝરે લખ્યું કે, આટલી ઉતાવળમાં તો અમે એક ઘૂંટડો પાણી પણ નથી પી શકતા, એમણે આખું 600 ગ્રામનું બરીટો કેવી રીતે ગળી લીધું?

સાક્ષાત હનુમાનજીનો પરચો! મૂર્તિ ખસેડવા બુલડોઝર ચલાવ્યું અને થયો ‘ચમત્કાર’, અધિકારીઓએ જોડ્યા હાથ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">