કાનુની સવાલ : સોશિયલ મીડિયા પર કોઈ અપશબ્દોનો ઉપયોગ કરે તો તમે તેની ફરિયાદ કેવી રીતે કરશો? જાણો
સોશિયલ મીડિયા પર હંમેશા એવું જોવા મળે છે કે, કેટલાક લોકો બીજા વ્યક્તિની પોસ્ટ પર અથવા મેસેજ બોક્સમાં અપશબ્દો લખીને મોકલે છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર આ પ્રકારના શબ્દો લખવા પર ફરિયાદ થઈ શકે છે.

આજના ડિજિટલ યુગમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર , વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપશ્બ્દો અથવા ખરાબ કોમેન્ટ કરવી સામાન્ય વાત હોય તેવું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો આવું વિચારી કાંઈ પણ લખી દે છે. તેને લાગે છે કે, ઈન્ટરનેટ પર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને કોઈ ઓળખી શકશે નહી.

જો કોઈ વ્યક્તિની સાથે સોશિયલ મીડિયા પર આવું થઈ રહ્યું છે. તો ચુપચાપ સહન કરવાની બિલકુલ જરુર નથી. ભારતીય કાનુન અને સાયબર સેલ આવા કેસને ગંભીરતાથી લે છે. તો આજે આપણે અમારી કાનુની સીરિઝમાં ઓનલાઈન અપશબ્દોનો ઉપયોગ કરનારા વિરુદ્ધ કાનુની ફરિયાદ કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ.

આ માટે સૌથી પહેલા અપશબ્દો, કોમેન્ટ અથવા મેસેજના આવા સ્ક્રીનશોર્ટ લઈ લો. જેમાં સંબંધિત અપશબ્દો સ્પષ્ટ લખેલા હોય. આરોપી વ્યક્તિની સોશિયલ મીડિયા પ્રોફાઈલના આખી લિંક કોપી કરી તેને સુરક્ષિત રાખી લો. ત્યારબાદ પોસ્ટ અથવા મેસેજની તારીખ અને સમય નોંધી લો. જેનાથી સાયબર પોલીસને ટ્રેસ કરવામાં સરળતા રહે.

જો તમે માત્ર આ યુઝરની આઈડી સસ્પેન્ડ કરવા માંગો છો. અથવા નાની કાર્યવાહી કરવા માંગો છો તો. સંબંધિત એપમાં રિપોર્ટ યૂઝર નામનું ઓપશન પર જઈ પ્લેટફોર્મ પર ફરિયાદ મોકલી શકો છો. જો મામલો ગંભીર છે. તો રિપોર્ટ કરવાની સાથે સાથે સાયબર પોલીસમાં પણ રિપોર્ટ કરો અને તમામ પુરાવા જોડો.

ગૃહમંત્રાલયના રાષ્ટ્રીય સાયબર પોર્ટલ cybercrime.gov.in પર જઈ. રિપોર્ટમાં સાયબર ક્રાઈમ પસંદ કરી. યોગ્ય જાણકારી નોંધો. પીડિત અથવા ફરિયાદકર્તાના રુપમાં આઈડી બનાવો. ફોર્મમાં ઘટનાનું વિવરણ લખો અને સ્ક્રીનશોર્ટ તેમજ પ્રોફાઈલ લિંક તમામ જરુરી જાણકારી અપલોડ કરો.

જો તમે ઈચ્છો તો, તમે 1930 પર ફોન કરીને કોઈપણ પ્રકારના સાયબર ગુના અથવા ઉત્પીડનની તાત્કાલિક જાણ કરી શકો છો. તમે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા જિલ્લા સાયબર ક્રાઈમ સેલમાં જઈ લેખિતમાં ફરિયાદ આપી શકો છો. અહી આઈટી એક્ટની કલમમાં એફઆઈઆર નોંધી શકો છો. દોષિત ઠરવા પર આરોપીને દંડ અથવા કેદની સજા થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
