AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma: તિલક વર્માને આઉટ કરવું મુશ્કેલ, દુલીપ ટ્રોફીમાં નોંધાવી ખાસ ‘હેટ્રિક’

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં દક્ષિણ ઝોન મુશ્કેલીમાં છે, પરંતુ કેપ્ટન તિલક વર્મા એક છેડે મજબૂતીથી ટકી રહ્યો છે. તિલકે સતત ત્રણ ઇનિંગમાં અણનમ રહીને એક સદી અને બે અડધી સદી ફટકારી છે. આ ખાસ પ્રદર્શનથી હવે તે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ માટે પોતાનો દાવો વધુ મજબૂત બનાવી રહ્યો છે.

| Updated on: Sep 08, 2026 | 8:55 PM
Share
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પૂર્વ ઝોને પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં દક્ષિણ ઝોન ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 242 રન બનાવી મુશ્કેલીમાં જોવા મળ્યું હતું. જોકે, આ કપરા સમયે કેપ્ટન તિલક વર્માએ ટીમની જવાબદારી સંભાળી હતી.

1 / 5
તિલક વર્માએ ફાઇનલની ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતાં અડધી સદી પૂરી કરી હતી. દિવસના અંતે તે 56 રન બનાવીને અણનમ રહ્યો હતો. જો બીજા છેડેથી તેને યોગ્ય સાથ મળે તો દક્ષિણ ઝોન માટે મેચમાં વાપસીની આશા હજુ જીવંત રહી શકે છે.

2 / 5
આ ઇનિંગ સાથે તિલકે દુલીપ ટ્રોફીમાં એક ખાસ હેટ્રિક નોંધાવી છે. તેણે ટુર્નામેન્ટની સતત ત્રણ ઇનિંગમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે અને સૌથી ખાસ વાત એ છે કે આ ત્રણેય ઇનિંગમાં તે આઉટ થયો નથી.

3 / 5
સેમિફાઇનલમાં નોર્થ ઝોન સામે તિલકે પ્રથમ ઇનિંગમાં અણનમ 116 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ તે 51 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. હવે ફાઇનલમાં 56 રનની અણનમ ઇનિંગ સાથે તેણે સતત ત્રીજી વખત વિરોધી બોલરોને નિરાશ કર્યા છે.

4 / 5
રેડ-બોલ ક્રિકેટમાં તિલકનું આ પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સિલેક્શન માટે મહત્વપૂર્ણ બની શકે છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની સાતત્યપૂર્ણ બેટિંગ સાબિત કરી રહી છે કે તે લાંબા ફોર્મેટ માટે પણ તૈયાર છે. હવે જોવાનું રહેશે કે તિલક વર્માને ભારતીય ટેસ્ટ ટીમમાં તક ક્યારે મળે છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ₹129,85,00,000 મળશે 35 મેચ માટે… BCCI નવા સ્પોન્સરશિપ ડીલથી માલામાલ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">