AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ અપહરણ ન થયું હોવાની કબૂલાત કરી, જુઓ Video

Breaking News : હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ અપહરણ ન થયું હોવાની કબૂલાત કરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2026 | 2:20 PM
Share

ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો મામલો હવે એક મોટો ખુલાસો થયો છે.કિંજલ રબારીએ ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ અપહરણ ન થયું હોવાની કબૂલાત કરી હતી.પતિ અશોક ચૌધરીએ પણ કોર્ટમાં નિવેદન આપ્યું હતુ. છેલ્લા કેટલાય દિવસથી અપહરણ મામલે વિવાદ ચાલી રહ્યો છે.

અમદાવાદમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નવો વળાંક સામે આવ્યો છે.કિંજલ રબારીએ પોલીસ કમિશનરને પત્ર લખી પોતાનું અપહરણ થયું ન હોવાનું જણાવ્યું હતુ.કિંજલ રબારીએ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખ્યો હતો. પત્રમાં કિંજલે પોતાની ઉંમર 25 વર્ષ હોવાનું જણાવ્યું હતુ. અશોક ચૌધરી સાથે પ્રેમસંબંધ બાદ 2 મે 2024ના રોજ હિન્દુ વિધિથી લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો.

અપહરણ ન થયું હોવાની કબૂલાત

પરિવાર લગ્ન સ્વીકારતો ન હોવાથી 10 માર્ચ 2026ના રોજ પિતાનું ઘર છોડી અશોક સાથે રહેવા ગઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પિયર પક્ષના લોકોએ બળજબરીથી તેને ઘરે લઈ જઈ ગોંધી રાખી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મોબાઇલ લઈ લઈને ઘરની બહાર જવા દેતા ન હોવાનો કિંજલનો આક્ષેપ હતો. કિંજલ રબારીએ ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ અપહરણ ન થયું હોવાની કબૂલાત કરી હતી.

રાધનપુર કોર્ટમાં બળજબરીથી છૂટાછેડાની અરજી કરાવી અને જવાબ પણ લખાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કિંજલ રબારીએ સૌથી મોટો ખુલાસો તો એ કર્યો કે, “મારે અશોક સાથે ક્યારેય છૂટાછેડા લેવા નહોતા” પરિવારે બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધી અને તેની સાથે બળજબરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

Breaking News : ઘર વાપસી બાદ ગુજરાતી સિંગર કિંજલ રબારીનું નિવેદન, કોઈની અફવા પર ધ્યાન ન આપવા ચાહકોને અપીલ કરી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">