Asian Games 2026: ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, સ્ટાર ખેલાડીની ઈજાથી ચમક્યું આ પ્લેયરનું નસીબ!
2026 એશિયન ગેમ્સ પહેલા ભારતીય મહિલા ટીમમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. ઘાયલ જેમિમાહ રોડ્રિગ્સની જગ્યાએ એક યુવા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી મહિલા એશિયા કપ 2026માં પણ જેમિમાહની જગ્યાએ ટીમમાં સામેલ થઈ છે.

2026 એશિયન ગેમ્સ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સ હેમસ્ટ્રિંગની ઇજાથી પીડાઈ રહી છે, જેના કારણે તે 2026 એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે જેમિમાહ રોડ્રિગ્સને બદલે પ્રતિકા રાવલને તેના સ્થાને લેવાનો નિર્ણય લીધો છે, જે એશિયા કપમાં પણ રમી રહી છે.

ગયા મહિને ઈંગ્લેન્ડમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટ દરમિયાન સધર્ન બ્રેવ તરફથી રમતી વખતે જેમિમાહને ઈજા થઈ હતી. ત્યારથી, તે મેદાનથી દૂર છે અને રિકવરી પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. પરિણામે, પ્રતિકા રાવલે તાજેતરમાં ચાલી રહેલા મહિલા T20 એશિયા કપમાં ટીમમાં એન્ટ્રી મળી અને તેણીએ આંતરરાષ્ટ્રીય T20માં ડેબ્યૂ કર્યું હતું.

એશિયા કપ પછી, પ્રતિકા રાવલ 2026 એશિયન ગેમ્સમાં પણ ટીમનો ભાગ બનશે. તે એશિયા કપમાં ટોપ ઓર્ડરમાં નંબર 3 પર બેટિંગ કરી રહી છે. ટુર્નામેન્ટની પહેલી ત્રણ મેચોમાં તેણીએ 22, 10 અને 4 રન બનાવ્યા છે.

પ્રતિકા રાવલની આ સફર સરળ નહોતી. 2024 પછી તે લાંબા સમયથી T20 મેચ રમી નથી. 2025 ના મહિલા ODI વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં તેણીના પગની ઘૂંટીમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે લાંબો સમય બહાર રહી હતી. હવે તે સતત બે મોટી ટુર્નામેન્ટ રમવા માટે તૈયાર છે.(PC: PTI)
Ishan Kishan: 350 રન બનાવી ઈશાન કિશને 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, દુલીપ ટ્રોફીમાં બન્યો નંબર-1
