Breaking News : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લેબ રિપોર્ટ માટે હવે ધક્કા નહીં ખાવા પડે, સીધા વોટ્સએપ પર મળી જશે રિપોર્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવી વ્યવસ્થાએ લોકોને ખુશ કર્યા છે. દર્દીઓને હવે લેબ રિપોર્ટ લેવા ધક્કા ખાવા પડશે નહી. કારણ કે,દર્દીઓને રિપોર્ટ સીધા વોટ્સએપ પર મળી જશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવી વ્યવસ્થાથી લોકો ખુબ ખુશ થયા છે. પહેલા જ્યારે સિવિલ હોસ્પિટલમાં તમને લાઈનો અને ભીડ જોવા મળતી હતી. આ ભીડ તમને ઓછી જોવા મળશે. આટલું જ નહી દર્દીઓને પણ રિપોર્ટ માટે હોસ્પિટલમાં ધક્કા ખાવા પડશે નહી. કારણ કે, તેમને રિપોર્ટ સીધા મોબાઈલ પર મળી જશે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
રિપોર્ટ સીધા વોટ્સએપ પર મળી જશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લેબ રિપોર્ટ લેવા ધક્કા ખાવા પડશે નહી. રિપોર્ટ સીધા વોટ્સએપ પર મળી જશે. OPDમાં ભીડ ઘટાડવા માટે નવી ટોકન સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. 60 ટકા ફોલો-અપ દર્દીઓને સવારના બદલે હવે બપોરે બોલાવવામાં આવશે. તાવ, શરદી અને ઉધરસ માટે રૂમ નં. 75 માં ફેમિલી મેડિસિન OPD શરૂ કરાઈ છે.
ભીડને ધ્યાને રાખી બિલિંગ કાઉન્ટર 1થી વધારી 2 કરાયા છે. ઓનલાઈન પેમેન્ટ અને સેમ્પલ કલેક્શન કાઉન્ટર 4થી વધારી 6 કરાયા છે. નવી વ્યવસ્થાથી ભીડમાં પણ સુચારુ સારવાર થઈ શકશે. હવે લોકોમાં એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે, આ વાત દર્દીઓ માટે કેટલી સારી અને ખરાબ છે. તેમજ મહત્વની વાત એ પણ છે કે, લોકોએ હવે સરળતા મળવાની સાથે સતર્ક રહેવું જરુરી પડશે. કારણ કે, ખોટી લીંક અથવા ખોટી પીડીએફ ડાઉનલોડ ન થઈ જાય તેની ખાસ સાવચેતી રાખવી પડશે.
Breaking News: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગના સ્લેબના કાટમાળમાં દટાયેલા તમામ 15 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ, આખી રાત કામગીરી ચાલી અહી ક્લિક કરો
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
