AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹1 લાખનું રોકાણ બન્યું ₹ 3.33 લાખ, સોનાની આ ખાસ સરકારી સ્કીમે આપ્યું ‘છપ્પરફાડ રિટર્ન’

જો તમે 5 વર્ષ પહેલાં સોનામાં રોકાણ કર્યું હતું, તો સમજો કે તમારી લોટરી લાગી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ ખાસ સરકારી ગોલ્ડ સ્કીમમાં સમય પહેલાં પૈસા ઉપાડવાનો ભાવ જાહેર કરી દીધો છે. વર્ષ 2021 માં જે લોકોએ આ યોજનામાં ₹1 લાખ રોક્યા હતા, તેમના પૈસા આજે સોનાના ભાવ વધવાના કારણે વધીને સીધા ₹3.33 લાખ થઈ ગયા છે. આ યોજનામાં 232% થી વધુનું બમ્પર રિટર્ન તો મળ્યું જ છે, સાથે દર વર્ષે વ્યાજનો અલગથી લાભ પણ મળ્યો છે.

| Updated on: Sep 09, 2026 | 5:44 PM
Share
જો તમે 5 વર્ષ પહેલાં સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમમાં પૈસા રોક્યા હતા, તો સમજો કે તમારી લોટરી લાગી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ SGB 2020-21 Series XII ના પ્રી-મેચ્યોર રિડેમ્પશન એટલે કે સમય કરતાં પહેલાં વટાવવાની કિંમત ₹15,355 પ્રતિ યુનિટ નક્કી કરી દીધી છે. આ બોન્ડ 9 માર્ચ 2021 ના રોજ લોન્ચ થયો હતો. નિયમો અનુસાર, 5 વર્ષ પૂરા થવા પર તેને સમય પહેલાં વેચવાનો વિકલ્પ મળે છે. આ સિવાય જે રોકાણકારોએ વર્ષ 2021 માં આમાં ₹1 લાખ રોક્યા હતા, તેમના પૈસા આજે વધીને ₹3.33 લાખ થઈ ચૂક્યા છે. જોવા જઈએ તો, સીધું 232% થી વધુનું બમ્પર રિટર્ન મળ્યું.

1 / 6
માર્ચ 2021 માં જ્યારે આ સિરીઝ આવી હતી, ત્યારે તેને ઓનલાઈન ખરીદનારાઓને ₹50 ની છૂટ મળી હતી. એવામાં બંને કેટેગરીમાં રોકાણકારોને મોટો નફો મળ્યો છે. માર્ચ 2021 માં રજૂ કરાયેલી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) સિરીઝે રોકાણકારોને મોટો નાણાકીય ફાયદો આપ્યો છે, જ્યાં માત્ર ₹1 લાખનું રોકાણ વધીને ₹3.33 લાખ થઈ ગયું છે. આ સિરીઝ દરમિયાન ઓનલાઈન ખરીદી કરનારાઓને ₹50 પ્રતિ ગ્રામની છૂટ મળી હતી, જેથી તેમનો ઈશ્યૂ પ્રાઈસ ₹4,612 પ્રતિ ગ્રામ રહ્યો હતો.

2 / 6
9 સપ્ટેમ્બર 2026 ના રોજ ₹15,355 પ્રતિ ગ્રામના રિડેમ્પશન ભાવ સામે રોકાણકારોને પ્રતિ ગ્રામ ₹10,743 નો સીધો નફો થયો છે, જે કુલ 232.94% (3.33 ગણો) રિટર્ન દર્શાવે છે. ઓનલાઈન માધ્યમથી ₹1 લાખમાં ખરીદાયેલું આશરે 21.68 ગ્રામ સોનું આજે ₹3.33 લાખનું થઈ ગયું છે. બીજી તરફ, ₹4,662 પ્રતિ ગ્રામના ભાવે ઓફલાઈન બોન્ડ ખરીદનારા રોકાણકારોના ₹1 લાખની વેલ્યુ પણ વધીને આજે ₹3.29 લાખ થઈ ગઈ છે.

3 / 6
આ ₹3.33 લાખનો આંકડો તો ફક્ત સોનાના ભાવ વધવાનો છે. આ સ્કીમનો અસલી જાદુ એ છે કે, આના પર વ્યાજ પણ અલગથી મળે છે. એસજીબી સ્કીમમાં સરકાર મૂળ રોકાણની રકમ પર વાર્ષિક 2.5% નું ચોક્કસ વ્યાજ આપે છે, જે દર 6 મહિને સીધું બેંક ખાતામાં આવે છે. ટૂંકમાં, 5 વર્ષ સુધી 232% નો નફો તો મળ્યો જ સાથે 5 વર્ષ સુધી દર 6 મહિને વ્યાજનો અલગથી લાભ થયો.

4 / 6
RBI ના જણાવ્યા અનુસાર, રિડેમ્પશન પ્રાઈઝની કિંમત રિડેમ્પશન તારીખથી બરાબર પહેલાના 3 વર્કિંગ ડેઝ (4, 7 અને 8 સપ્ટેમ્બર 2026) દરમિયાન ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા 999 શુદ્ધતા (24 કેરેટ) વાળા સોનાના ક્લોઝિંગ પ્રાઈઝની સરેરાશના આધારે નક્કી કરવામાં આવી છે.

5 / 6
SGB ની કુલ મુદત 8 વર્ષની હોય છે પરંતુ 5 વર્ષ પૂરા થયા પછી RBI રોકાણકારોને સમય પહેલાં નીકળવાની સુવિધા આપે છે. 9 માર્ચ 2021 ના રોજ અમલ કરાયેલી આ Series XII માટે RBI એ 9 સપ્ટેમ્બર 2026 ના રોજ રિડેમ્પશનની તારીખ નક્કી કરી છે. મહત્વની વાત એ છે કે, આ ₹15,355 નો રેટ માત્ર SGB 2020-21 Series XII માટે છે. જો તમારી પાસે કોઈ અન્ય સિરીઝનો બોન્ડ હોય, તો તેની ઈશ્યૂ ડેટ અને સિરીઝ ચકાસ્યા પછી જ રિડેમ્પશન ક્લેમ કરો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આજે સોનામાં ₹50,000 રોકશો તો વર્ષ 2036 માં કેટલા થશે? સમજો 10 વર્ષના રિટર્નનું સંપૂર્ણ ગણિત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">