IND vs ENG : રોહિતે યશસ્વી માટે વિરાટનું કાપ્યું પત્તું ? જાણો શું છે સત્ય
વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને આ મેચમાં વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થયો છે કે શું યશસ્વીને તક આપવા માટે કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે? ચાલો જાણીએ શું છે આખો મામલો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે શ્રેણીની પહેલી મેચમાં ટોસ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા.

ભારતીય કેપ્ટને આ મેચમાં રમી રહેલા 11 ખેલાડીઓ અંગે અપડેટ આપી જણાવ્યું કે હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલ આ મેચમાં વનડે ડેબ્યૂ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું યશસ્વીને તક આપવા માટે કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમની તૈયારી માટે આ છેલ્લી શ્રેણી છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાએ પોતાની સંપૂર્ણ તાકાત સાથે આ શ્રેણીમાં પ્રવેશ કર્યો છે. પરંતુ વિરાટ કોહલી જેવા ખેલાડીને ટીમમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે.

જોકે, કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે કોહલીને ઘૂંટણમાં દુખાવો છે. એટલા માટે તેને આ મેચમાંથી બહાર રહેવું પડ્યું છે. એનો અર્થ એ થયો કે વિરાટને યશસ્વીને કારણે નહીં પણ ઈજાને કારણે બહાર બેસવું પડશે.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ અને T20માં સારું પ્રદર્શન કર્યું છે, જેથી તેને હવે વનડેમાં પણ તક મળી છે. પરંતુ તે ઓપનર છે, જેનો અર્થ એ થયો કે શુભમન ગિલ કોહલીની જગ્યાએ ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. (All Photo Credit : PTI)
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
