વર્લ્ડ કપ 2025 માટે રેકોર્ડબ્રેક ઈનામી રકમની જાહેરાત, જય શાહે આપી મોટી ભેટ
મહિલા વર્લ્ડ કપ 2025 માટે રેકોર્ડબ્રેક ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. ICC ચીફ જય શાહે એક મોટો નિર્ણય લીધો છે અને ઈનામી રકમ 297 ટકા વધારીને $13.88 મિલિયન કરી છે.

30 સપ્ટેમ્બરથી મહિલા વર્લ્ડ કપ 2025 શરૂ થઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટ માટે, ICCએ એક મોટો નિર્ણય લીધો છે અને તેની ઈનામી રકમમાં 297 ટકાનો વધારો કર્યો છે.

ICC ચીફ જય શાહે મહિલા વર્લ્ડ કપ માટે ઈનામી રકમ 13.88 મિલિયન ડોલર એટલે કે 122 કરોડ રૂપિયાથી વધુ નક્કી કરી છે. ICC ચીફ બનતાની સાથે જ, જય શાહે એક ઐતિહાસિક નિર્ણય લીધો અને મહિલા ક્રિકેટને એક અલગ સ્તરે લઈ જવા માટે આ પગલું ભર્યું.

ICCએ મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમ માટે 4.48 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે 40 કરોડ રૂપિયા થાય છે.

ફાઈનલમાં હારનાર ટીમ એટલે કે રનર-અપ ટીમને ઈનામ તરીકે 2.24 મિલિયન ડોલર એટલે કે આશરે 20 કરોડ રૂપિયા મળશે. સેમિફાઈનલમાં પહોંચનાર ટીમને આશરે 10 કરોડ રૂપિયા મળશે.

ગ્રુપ સ્ટેજમાં મેચ જીતનાર ટીમને 34 હજાર ડોલર મળશે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેનાર ટીમને 6 કરોડ રૂપિયા મળશે. સાતમા અને આઠમા સ્થાને રહેનાર ટીમને 2.5 કરોડ રૂપિયા મળશે.

ટીમ મેચ જીતે કે ન જીતે, દરેક ટીમને ઓછામાં ઓછા 2 કરોડ 50 લાખ રૂપિયા તો મળશે જ. (All Photo Credit : PTI / GETTY / X)
ICC મહિલા વર્લ્ડ કપ ભારતમાં યોજાશે, એવામાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનશે તેવી ઈન્ડિયન ફેન્સને અપેક્ષા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
