Prashant Veer IPL Auction 2026: કોણ છે આ પ્રશાંત વીર? જેને IPL હરાજીમાં મળ્યા ₹14.2 કરોડ, ધોનીએ પૂરું કર્યું યુવાનનું સપનું
ઉત્તર પ્રદેશના ઓલરાઉન્ડર પ્રશાંત વીરે પર IPL હરાજીમાં મોટી રકમનો વરસાદ થયો છે. તે લીગનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો.

ઓલરાઉન્ડર પ્રશાંત વીર IPL ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઓછા જાણીતા ખેલાડીને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પ્રશાંત વીર ઉત્તર પ્રદેશનો ડાબોડી સ્પિનર છે અને એક ઉત્તમ બેટ્સમેન પણ છે. પ્રશાંત વીર ઉત્તર પ્રદેશના અમેઠીનો રહેવાસી છે. આ ખેલાડીએ 2 ફર્સ્ટ ક્લાસ મેચ અને 9 T-20 મેચ રમી છે. આ ખેલાડીએ માત્ર 12 વિકેટ જ નથી લીધી, પરંતુ T-20 ક્રિકેટમાં 112 રન પણ બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 170 ની નજીક છે.
પ્રશાંત વીરનું શાનદાર પ્રદર્શન
પ્રશાંત વીરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં, તેણે 37 થી વધુની સરેરાશથી 112 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 170 ની નજીક હતો. તેણે નવ વિકેટ પણ લીધી અને તેનો ઇકોનોમી રેટ ફક્ત 6.7 રન પ્રતિ ઓવર હતો. પ્રશાંત વીર એક ઉત્તમ ફિલ્ડર પણ છે અને તેને ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાના ઓપ્સન તરીકે ખરીદ્યો હતો.
Tata IPL Auctions- 2026: Prashant Veer rakes in big bucks, Chennai Super Kings have successfully won the bidding war and the player is sold to CSK Rs 14.20 crore.#TATAIPLAuction #CSK #PrashantVeer #IPLAuction2026 #CricketNews #TataIPL #CSKUpdates #TV9Gujarati pic.twitter.com/vAkjlF5Ya8
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
ધોનીએ સ્વપ્ન પૂર્ણ કર્યું
ધોનીએ પ્રશાંત વીરનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. હકીકતમાં, આ ખેલાડીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે IPLમાં ફક્ત એક સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા માંગતો હતો. તે ધોનીની ખૂબ પ્રશંસા કરે છે. હવે, ચેન્નાઈએ તેને આટલી મોટી કિંમતે ખરીદ્યો છે. પ્રશાંત વીરનો પ્રિય ખેલાડી યુવરાજ સિંહ છે. 2011 માં યુવરાજના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તેને ક્રિકેટર બનવાની પ્રેરણા મળી.
દિલ્હીમાં કારકિર્દી બચી ગઈ
દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં પ્રશાંત વીર ને ચાલુ મેચમાં ઈજા થઈ હતી. કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેની આંખમાં વાગ્યો. તેની આંખ પાસે સાત ટાંકા લાગ્યા. સદનસીબે, પ્રશાંતની આંખ બચી ગઈ. ત્યારબાદ પ્રશાંત વીર એ અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. તેણે સાત મેચમાં 94 ની બેટિંગ એવરેજ સાથે 19 છગ્ગા સહિત 376 રન બનાવ્યા. તેણે 18 વિકેટ પણ લીધી અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો.
