IPL 2026: 22 બોલમાં તોફાની 73 રનની તોફાની ઇનિંગ એળે ગઈ! વિસ્ફોટક ફોર્મનો પુરાવો આપ્યો તેમ છતાંય અનસોલ્ડ રહ્યો 28 વર્ષીય ‘ભારતીય બેટ્સમેન’
22 બોલમાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર 28 વર્ષીય ભારતીય બેટ્સમેન IPL 2026 મિની ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો. કોઈપણ ટીમે તેને હરાજીમાં ખરીદવા માટે રસ દર્શાવ્યો નહીં.

ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને પણ IPL 2026 ના મિની ઓક્શનમાં ₹75 લાખની બેઝ પ્રાઈસ સાથે પોતાનું નામ નોંધાવ્યું. જો કે, સરફરાઝ ખાન પર કોઈએ બોલી લગાવી નહોતી.

ગયા વર્ષે પણ સરફરાઝ ખાન હરાજીમાં વેચાયો ન હતો. કોઈએ તેના પર બોલી લગાવી ન હતી. ખાસ વાત એ છે કે, 16 ડિસેમ્બરના રોજ સરફરાઝ ખાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન સામે ધમાકેદાર ઇનિંગ રમી હોવા છતાં પણ કોઈ ટીમ ઓક્શનમાં તેને ખરીદવા માટે તૈયાર નહોતી.

સરફરાઝે રાજસ્થાન વિરુદ્ધ માત્ર 22 બોલમાં 73 રન ફટકાર્યા, જેમાં 7 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે T20 ફોર્મેટમાં તેની સૌથી ઝડપી અડધી સદી હતી. સરફરાઝે રહાણે સાથે મળીને બીજી વિકેટ માટે 111 રનની વિસ્ફોટક ભાગીદારી કરી, જેનાથી ટીમની જીતનો મજબૂત પાયો નાખ્યો.

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ મુંબઈએ 3 વિકેટથી જીતી લીધી. સરફરાઝને તેની વિસ્ફોટક ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. મુંબઈએ 217 રનના લક્ષ્યનો પીછો 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને કર્યો.

28 વર્ષીય સરફરાઝ ખાને વર્ષ 2015 માં આઈપીએલમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી, તેણે 50 મેચ રમી છે અને 585 રન બનાવ્યા છે. સરફરાઝ છેલ્લે વર્ષ 2013 માં આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. સરફરાઝ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ રમી ચૂક્યો છે. જો કે, હાલમાં તે આઈપીએલમાં પોતાને સ્થાપિત કરી શક્યો નથી.
IPL 2026: ભારતીય ઓપનરનું ભવિષ્ય જોખમમાં ! વિસ્ફોટક બેટિંગ તેમ છતાંય રહ્યો ‘Unsold’, શું ટીમ ઈન્ડિયા માટે પણ તેના દરવાજા બંધ થઈ ગયા?
