હાર્દિક પંડ્યા અને મહિકા શર્માના પૂજાથી લઈને જીમમાં બંન્નેની કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી, જુઓ ફોટો
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં ખુલ્લેઆમ પોતાની લવ લાઈફનો એન્જોય કરી રહ્યો છે. નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા પછી, તે માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે.

સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના દીકરા અગસ્તયના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં એક ફોટોમાં બંન્ને પુજા કરતા પણ જોવામળ્યા હતા.

અન્ય ફોટોમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિકને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. તેમજ અન્ય ફોટોમાં હાર્દિક અને માહિકા વર્કઆઉટ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા છે.બંન્ને વચ્ચેનું બોન્ડિંગ લોકોને પસંદ આવી રહ્યું છે.

હાર્દિક પંડ્યા એક ફોટોમાં માહિકા શર્મા સાથે મિરર સેલ્ફી લેતો જોવા મળ્યો હતો.11 ઓક્ટોબરના રોજ હાર્દિક પંડ્યાનો જન્મદિવસ હતો. હાર્દિક પંડ્યા અને માહિકા બંન્નેએ તેનો જન્મદિવસ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની લવ લાઈફને લઈ ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિક સાથે અલગ થવાનો નિર્ણય લીધા બાદ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી અને પોસ્ટમાં માહિકા સાથેના ફોટો શેર કરે છે.

થોડા દિવસ પહેલા બંન્ને એક હવન કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ ભક્તિમાં લીન થયા હતા. બંન્નેની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.
20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેક્ટિસ કરતા હાર્દિક પંડ્યાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
