આઈપીએલ 2024: હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીની અટકળો પર મુકાયુ પૂર્ણવિરામ, ગુજરાત ટાઈટન્સમાં જ બની રહેશે પંડ્યા- ફોટો
છેલ્લા થોડા દિવસોથી એવી ચર્ચા હતી કે ગુજરાત ટાઈટન્સને પોતાની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બનાવનારા હાર્દિક પંડ્યાનો તેની ફ્રેન્ચાઈઝીથી મોહભંગ થઈ રહ્યો છે અને હાર્દિક ગુજરાત ટાઈટન્સ છોડી રહ્યા છે જો કે હવે એ તમામ અટકળોનો અંત આવ્યો છે અને હાર્દિક પંડ્યા જ ગુજરાત ટાઈન્સની કેપ્ટન્સી કરશે.

પોતાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા આ વર્ષે પણ આઈપીએલ 17ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી કરશે.

પહેલા એવી અટકળો હતી કે હાર્દિક પંડ્યાનો પોતાની જ ફ્રેન્ચાઈઝીથી મોહભંગ થયો છે અને હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી રહ્યા છે.

જો કે હવે તમાં ઔપચારિક્તા પુરી થઈ ચુકી છે અને અધિકારિક રીતે એલાન પણ કરી દેવાયુ છે કે હાર્દિક પંડ્યા જ ગુજરાત ટાઈટન્સ વતી રમશે અને હાર્દિક જ કેપ્ટન રહેશે.

ગુજરાત ટાઈટન્સની ટીમે આશીષ નેહરાને તેમના કોચ બનાવ્યા હતા. કોચ તરીકે નેહરા ઘણુ સારુ કામ કરી રહ્યા હતા પરંતુ એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આઈપીએલ 2023 બાદ હાર્દિક અને આશિષ નહેરાના સંબંધોમાં અંતર આવ્યુ છે.

જો કે મીડિયા સાથે આ અંગે બંનેમાંથી કોઈએ ક્યારેય ખુલીને કશુ પણ બોલ્યા નથી. પરંતુ અંદરોઅંદર તેની ચર્ચા જરૂર થતી હતી.

હાર્દિક પંડ્યા વિશ્વના સારા ઓલરાઉન્ડર પૈકીના એક ગણાય છે. પરંતુ તેમની ખરાબ ફિટનેસ તેમના માટે સતત મુસીબત બની રહી છે. બેક ઈંજરીના કારણે લાંબા સમય સુધી બોલિંગથી દૂર રહ્યા હતા.