મુંબઈમાં હાર્દિક પંડ્યાની રી-એન્ટ્રી બાદ જસપ્રીત બુમરાહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનો વિષય બની
મુંબઈમાં હાર્દિક પંડ્યાની રી-એન્ટ્રી બાદ જસપ્રીત બુમરાહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનો વિષય બની રહી છે. તેમાં તેણે લખ્યું છે કે ક્યારેક મૌન શ્રેષ્ઠ જવાબ છે. હવે તેની આ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટને હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહી છે. એવા પણ અહેવાલ છે કે બુમરાહે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે. જોકે, હાર્દિક પંડ્યાની વાપસીથી બુમરાહને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે રોહિત બાદ પંડ્યાને મુંબઈનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. અગાઉ આ રેસમાં માત્ર બુમરાહ જ દેખાતો હતો.

મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી સાથે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક ખેલાડીઓ આ નિર્ણયથી ખુશ નથી. હવે આમાં કેટલું સત્ય છે તે કોઈ નથી જાણતું, પરંતુ આ દિશામાં સંકેતો મળી રહ્યા છે.

મુંબઈમાં હાર્દિક પંડ્યાની રી-એન્ટ્રી બાદ જસપ્રીત બુમરાહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનો વિષય બની રહી છે. તેમાં તેણે લખ્યું છે કે ક્યારેક મૌન શ્રેષ્ઠ જવાબ છે.

હવે તેની આ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટને હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહી છે. એવા પણ અહેવાલ છે કે બુમરાહે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે.

હાર્દિક પંડ્યાની વાપસીથી બુમરાહને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે રોહિત બાદ પંડ્યાને મુંબઈનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો છે.

અગાઉ આ રેસમાં માત્ર બુમરાહ જ દેખાતો હતો. પરંતુ હવે ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડયાની એન્ટ્રી થતા મુંબઈના આગામી કેપ્ટનની રેસ વધુ રસપ્રદ બની ગઈ છે.

































































