Jasprit Bumrah Birthday: જસપ્રીત બુમરાહના જન્મદિવસે પત્ની સંજના બની રોમેન્ટિક, શેર કર્યો સુંદર ફોટો અને કહી દિલની વાત
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Dec 06, 2022 | 3:57 PM
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ તકે તેની પત્નીએ રોમાન્ટિક ફોટો શેર કર્યો છે.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે એટલે કે, 6 ડિસેમ્બરના રોજ પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. તેના આ ખાસ દિવસ પર દુનિયાભરથી શુભકામના મળી રહી છે અને ખાસ કરીને તેની પત્ની અને સ્પોર્ટસ પ્રેજેન્ટર સંજના ગણેશન પણ જન્મદિવસની શુભકામના પાઠવી છે.
1 / 5
સંજના ગણેશને બુમરાહની સાથે રોમાન્ટિક ફોટો શેર કર્યો. બુમરાહ ફોટોમાં સંજનાને ગળે લાગતો જોવા મળી રહ્યો છે. કૈપ્શનમાં સંજનાએ લખ્યું મારું આજ અને આવનાર કાલની તમામ પળો તમારી સાથે. તમને જન્મદિવસની શુભકામના. હું તને એટલો પ્રેમ કરું છુ જેને શબ્દોમાં વર્ણન ન કરી શકું
2 / 5
સંજના ગણેશન અને જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક સમયથી એક બીજાથી દુર હતા. સંજના આઈસીસીની સ્પોર્ટસ પ્રેઝન્ટર છે અને આના કારણે તે અલગ અલગ પ્રવાસ પર રહેતી હોય છે. હવે બુમરાહના જન્મદિવસ પર તે બુમરાહની સાથે ખુશ જોવા મળી રહી છે,
3 / 5
સંજના ગણેશન અને જસપ્રીત બુમરાહે લગ્ન સુધી તેના અફેરને છુપાવીને રાખ્યા હતા. બંન્ને વર્ષે 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ સમયથી ડેટ કરી રહ્યા હતા. બુમરાહ ભારતીય ટીમનો ભાગ હતો. તો સંજન સ્પોર્ટસ પ્રેઝેન્ટર તરીકે તે પ્રવાસ પર પહોંચી હતી. ગત્ત વર્ષે માર્ચમાં બન્ને લગ્ન કર્યા હતા.
4 / 5
ભારત માટે 162 મેચ રમી ચૂકેલા બુમરાહે 319 વિકેટ પોતાના નામે કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર તે ત્રીજો ભારતીય ખેલાડી છે. બુમરાહે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.