અંશુમનના દાદા અને પિતા રહી ચૂક્યા છે ક્રિકેટર, વડોદરાના રાજવી પરિવાર સાથે હતો સંબંધ, 4 પેઢી રમી ચૂકી છે ભારતીય ટીમમાંથી

અંશુમન ગાયકવાડનો પરિવાર વડોદરાના રાજવી પરિવાર સાથે દૂરનો સંબંધ છે. તેમના દાદા અને પિતા પણ એક ક્રિકેટર રહી ચૂક્યા છે.તેમના પિતા દત્તા ગાયકવાડ પણ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા.ગાયકવાડ બોલરો સામે તેમની બેટિંગ માટે જાણીતા હતા, તેનું હુલામણું નામ ધ ગ્રેટ વોલ હતું.

| Updated on: Aug 01, 2024 | 9:08 AM
આજે આપણે એક એવા ક્રિકેટર વિશે વાત કરીશું, જે ભારતીય ટીમમાંથી રમી તો ચૂક્યા હતા. તેમજ ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા. અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તો આજે આપણે અંશુમન ગાયકવાડના પરિવાર વિશે વાત કરીએ.

1 / 12
અંશુમન ગાયકવાડના દાદા વ્યંકટરાવ નરસિંહરાવ પણ એક ક્રિકેટર હતા જેમણે બરોડા ક્રિકેટ ટીમને 1942-43માં તેની પ્રથમ રણજી ટ્રોફી જીતાડવામાં નેતૃત્વ કર્યું હતું.

2 / 12
આજે આપણે એક એવા ક્રિકેટર વિશે વાત કરીશું કે, તેની 4 પેઢી ક્રિકેટ રમી ચૂકી છે. તો અંશુમન ગાયકવાડના પરિવાર વિશે જાણીએ.

3 / 12
1939માં જ્યારે સયાજીરાવનું અવસાન થયું ત્યારે તેમના પૌત્ર પ્રતાપસિંહરાવ ગાયકવાડ મહારાજા બન્યા. અંશુમનના પિતા, દત્તાજીરાવ ગાયકવાડને રાજવી પરિવારે 11 વર્ષની ઉંમરે પ્રિન્સ ફતેસિંહરાવ ગાયકવાડના સાથી તરીકે લક્ષ્મી વિલાસ પેલેસ, બરોડા ખાતે રહેવા બોલાવ્યા હતા. દત્તાજીરાવે બાદમાં બરોડા રાજ્ય માટે નાયબ નિયંત્રક તરીકે કામ કર્યું હતુ.

4 / 12
તેમના પિતા, દત્તાજીરાવ ગાયકવાડ પણ એક ક્રિકેટર હતા, જેમણે 1952 અને 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. 13 ફેબ્રુઆરી 2024ના રોજ બિમારીઓને કારણે વડોદરામાં તેમનું અવસાન થયું હતું.

5 / 12
અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ 23 સપ્ટેમ્બર 1952 રોજ થયો છે. જે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ કોચ પણ રહી ચૂક્યા છે. તેણે 40 ટેસ્ટ મેચ અને 15 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

6 / 12
તેણે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ અને 1984માં કોલકાતા ખાતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ છેલ્લી ટેસ્ટ મેચ હતી. જમણા હાથના બેટ્સમેન ગાયકવાડે 40 ટેસ્ટમાં 1985 રન બનાવ્યા હતા.

7 / 12
 તેણે 1982-83માં જલંધરમાં પાકિસ્તાન સામે 201નો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર બનાવ્યો હતો. આ રમત માટે તેમણે 671 મિનિટ મેદાનમાં પસાર કરી હતી.

8 / 12
અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ મુંબઈમાં થયો છે. અંશુમને ODIમાં 7 જૂન 1975 વિરૂદ્ધ ઇંગ્લેન્ડ લોર્ડ્સ, લંડન ખાતે ડેબ્યુ કર્યું જ્યારેટેસ્ટ મેચમાં 1 જાન્યુઆરી 1975 વિ. વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતુ.અંશુમન ગાયકવાડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી GSFC (વડોદરા) માટે કામ કર્યું હતું અને 2000માં નિવૃત્તિ લીધી હતી. હાલમાં તે વડોદરામાં રહે છે.

9 / 12
જૂન 2018માં તેમને સી.કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે ભૂતપૂર્વ ખેલાડીને બીસીસીઆઇ દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે.

10 / 12
ભારતના આ પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 22 મેચ તો માત્ર વેસ્ટઈન્ડિઝ માટે રમી હતી. 1970માં ભારતીય ટીમની ઓપનિગ કરતા હતા.

11 / 12
  પૂર્વ ભારતીય ખેલાડી અંશુમાન બ્લડ કેન્સર સામે લડી રહ્યો છે અને તેની લંડનમાં સારવાર ચાલી રહી છે. બીસીસીઆઈએ તેમને નાંણાકીય સહાય પણ કરી છે.

12 / 12
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">