AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking News : બુમરાહ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ નહીં રમે, ઓપનિંગ જોડી પર પણ વાગી ‘મહોર’

T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભ પૂર્વે જ ટીમ ઈન્ડિયામાં 2 મોટા ઉલટફેર જોવા મળ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ યુએસએ (USA) સામેની પ્રથમ મેચ ગુમાવશે અને બીજી તરફ, ટીમ મેનેજમેન્ટે ઓપનિંગ જોડી પર પણ અંતિમ 'મહોર' મારી દીધી હોય તેમ જોવા મળી રહ્યું છે.

T20 World Cup Breaking News : બુમરાહ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ નહીં રમે, ઓપનિંગ જોડી પર પણ વાગી 'મહોર'
| Updated on: Feb 07, 2026 | 11:46 AM
Share

T20 વર્લ્ડ કપ 2026ના પ્રથમ દિવસે કુલ 3 મેચ રમાશે. ભારતની પ્રથમ મેચ આજે યુએસએ (USA) સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચ નહીં રમે.

બુમરાહ કેમ નહીં રમે વર્લ્ડ કપની પ્રથમ મેચ?

આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લી સિરીઝમાં અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરનાર સંજુ સેમસનને આજે બહાર બેસવું પડી શકે છે અને તેની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. એક અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહની તબિયત સારી નથી, જેના કારણે તે યુએસએ (USA) સામેની મેચમાં રમશે નહીં. ઉલ્લેખનીય છે કે, હર્ષિત રાણા પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જેના સ્થાને બીસીસીઆઈ (BCCI) એ મોહમ્મદ સિરાજને સ્ક્વોડમાં એડ (Add) કર્યો છે.

રિપોર્ટ અનુસાર, બુમરાહને વાયરલ ફીવર છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ નથી ઈચ્છતું કે, આવી સ્થિતિમાં તેને યુએસએ સામેની મેચમાં રમાડવામાં આવે. મેચના એક દિવસ પહેલા બુમરાહ ગ્રાઉન્ડ પર આવ્યો હતો પરંતુ તેણે પ્રેક્ટિસ કરી નહોતી. બુમરાહની ગેરહાજરીમાં આજે મોહમ્મદ સિરાજને પ્લેઈંગ-11માં તક મળી શકે છે.

સંજુ ‘Out’ કિશન ‘In’

T20 વર્લ્ડ કપ 2026 પહેલા રમાયેલી છેલ્લી સિરીઝની પાંચેય મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી પરંતુ દરેક મેચમાં સંજુએ ટીમ મેનેજમેન્ટ અને ફેન્સને નિરાશ કર્યા હતા. સેમસન એકપણ મેચમાં મોટો સ્કોર કરી શક્યો નહોતો.

નોંધનીય છે કે, કિવિ સિરીઝની અંતિમ મેચમાં તો ઈશાન કિશન પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવી હતી. હવે એવી પ્રબળ શક્યતા છે કે, ઈશાન કિશન અને અભિષેક શર્મા આજે યુએસએ (USA) સામે ઓપનિંગ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં પણ આ બંને (અભિષેક અને ઈશાન) એ જ ઓપનિંગ કરી હતી.

ટી20 ક્રિકેટ વિશ્વ કપ 2026 અને અગાઉના વિશ્વ કપના રોચક રેકોર્ડને લઈને સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">