ફાઈનલમાં કાંગારુએ ફરી પ્રથમ ઈનિંગમાં કરી બેટિંગ, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત પાક્કી ?
બંને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવી સેમિફાઇનલની ટિકિટ બુક કરી હતી. અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલમાં એક સંયોગ જોવા મળ્યો છે, જેને જોઈને લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા ફરી એક વાર ચેમ્પિયન બનશે.

વર્ષ 2012 અને 2018ની અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ હતી. સંયોગની વાત એ છે કે આ બંને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ પસંદ કરી હતી. જ્યારે જીત ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે.

16 ઓગસ્ટ, 2012ના રોજ ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં ટક્કર થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટના નુકશાન સાથે 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વર્ષ 2012માં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં 4 વિકેટ ગુમાવીને 227 રન બનાવી 6 વિકેટથી ફાઈનલ મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં ઉન્મુક્ત ચંદે મહત્વનો ફાળો આપ્યો હતો, તેણે 111 રનની અણનમ ઈનિંગ રમી હતી.

વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ માટે ઉતરીને ઓલઆઉટ થઈને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયા માત્ર 2 વિકેટના નુકશાન સાથે 38.5 ઓવરમાં 220 રન બનાવીને ચેમ્પિયન બની હતી. મંજોત કાલરા 101 રનની ઈનિંગની રમીને અણનમ રહ્યો હતો.

































































