Breaking News : બુમરાહ ફરી ઈજાગ્રસ્ત, ટીમમાંથી બહાર થતા જ આવ્યા ખરાબ સમાચાર
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં રમી શક્યો નહીં, હવે તેના ન રમવાનું કારણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, બુમરાહને બીજી ઈજા થઈ છે. શું બુમરાહની ઈજા ગંભીર છે? અહીં જાણો.

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં રમ્યો નથી, હવે તેનું કારણ હવે સામે આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ એવા અહેવાલો છે કે તે ઈજાગ્રસ્ત થયો છે. બુમરાહને આ વખતે ઘૂંટણમાં ઈજા થઈ છે.

31 જુલાઈના રોજ, જ્યારે ઓવલ ટેસ્ટ શરૂ થઈ હતી, તે જ દિવસે બુમરાહને ટીમ ઈન્ડિયામાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. BCCIએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી હતી. પરંતુ હવે તેને રિલીઝ કરવાનું કારણ સામે આવ્યું છે.

એક અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહને ઘૂંટણની ઈજા થઈ છે. સારી વાત એ છે કે બુમરાહની ઈજા ખૂબ ગંભીર નથી અને તેને સર્જરી કરાવવાની જરૂર નથી. જોકે, બુમરાહના ઘૂંટણનું સ્કેન કરવામાં આવ્યું છે અને BCCI મેડિકલ ટીમ તેના સ્કેન રિપોર્ટની રાહ જોઈ રહી છે.

અહેવાલ છે કે 31 વર્ષીય બુમરાહ રિકવરી માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ જશે. ત્યાં તેની ઈજા અને ફિટનેસ પર કામ કરવામાં આવશે, જેથી તે ભવિષ્યની મેચો માટે ફિટ થઈ શકે. જોકે, એવા પણ અહેવાલો છે કે બુમરાહ એશિયા કપ નહીં રમે. સાવચેતીન બહાર રૂપે તેને આરામ આપવામાં આવશે.

ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. બુમરાહે શ્રેણીમાં 3 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 14 વિકેટ લીધી. મોટી વાત એ છે કે બુમરાહએ બે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી પરંતુ તેમ છતાં તે ફક્ત 14 વિકેટ જ લઈ શક્યો. તેનું મોટું કારણ ઈજાનો ડર પણ હતો.

માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહની એવરેજ સ્પીડ 140 કિમી પ્રતિ કલાકથી નીચે રહી હતી. ફેન્સ બુમરાહની ફિટનેસથી ખૂબ નિરાશ છે, કારણ કે જ્યારે ટીમને તેની ખૂબ જ જરૂર હતી ત્યારે તે ઓવલ ટેસ્ટમાં રમ્યો ન હતો. (All Photo Credit : PTI / GETTY)
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ ફરી ઈજાને કારણે પરેશાન થયો છે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
