રિષભ પંતની વાપસી અંગે મોટી અપડેટ, ટીમ ઈન્ડિયામાં કમબેક પહેલા આ ટુર્નામેન્ટમાં રમશે
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટથી દૂર છે. પંત ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો. તેના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જોકે, હવે તેની વાપસી અંગે એક મોટી અપડેટ સામે આવી છે અને જલ્દી તે આ ટુર્નામેન્ટમાં વાપસી કરી શકે છે.

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. એશિયા કપ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ તેની પસંદગી થઈ ન હતી. જોકે, પંત હવે સ્વસ્થ થવાના માર્ગ પર છે.

લાંબા સમય સુધી રાહ જોયા બાદ રિષભ પંત મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ ત્રણ મહિનાની ઈજા બાદ તે રણજી ટ્રોફી દરમિયાન ક્રિકેટમાં પાછો ફરી શકે છે.

પંતે 25 ઓક્ટોબરથી દિલ્હીમાં શરૂ થનારી દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનની મેચમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેને BCCIની મેડિકલ ટીમ તરફથી ફિટનેસ ક્લિયરન્સની જરૂર પડશે. જો બધું બરાબર રહ્યું, તો તે દિલ્હી ટીમના કેપ્ટન તરીકે પણ જવાબદારી સંભાળી શકે છે.

BCCI મેડિકલ ટીમ ટૂંક સમયમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પંતના જમણા પગનું મૂલ્યાંકન કરશે. BCCI તેની સાથે કોઈ જોખમ લેવા માંગતી નથી. પંત હજુ સુધી દિલ્હી કેમ્પમાં ક્યારે જોડાઈ શકે તેની તારીખ નક્કી નથી. જોકે, 15 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં રમવું તેના માટે ખૂબ મુશ્કેલ રહેશે.

ભારત 14 નવેમ્બરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે . જો પંત સમયસર ફિટ થઈ જાય, તો તે રણજી ટ્રોફી પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફરી શકે છે. હાલમાં, ધ્રુવ જુરેલને ભારતીય ટીમમાં તેના સ્થાને તક મળી રહી છે અને તેણે આ તકોનો પૂરો લાભ લીધો છે. (All Photo Credit : PTI / GETTY)
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ રિષભ પંત લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં કમબેક કરવા તૈયાર. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
