અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા, જાણો કેમ, જુઓ Video

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા, જાણો કેમ, જુઓ Video

Sachin Kolte
| Edited By: | Updated on: Jan 05, 2025 | 5:22 PM

દિવાન બલ્લુભાઈ શાળા, અમદાવાદમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે "મસ્તી કી પરીક્ષા" નામનો એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. 50 થી 85 વર્ષની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના યુનિફોર્મ પહેરીને પરીક્ષા આપી અને તેમના શાળાકાળની યાદો તાજી કરી.

અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે પરીક્ષા દેવા પહોંચ્યા હતા. કારણ કે, આ તેમના માટે “મસ્તીની પરીક્ષા” હતી. સામાન્ય રીતે જ્યારે આપણે શાળાના બાળકોને પૂછીએ. તો ભાગ્યે જ કોઈ બાળક એવું કહેશે કે તેને શાળાએ જવું ગમે છે ભણવું ગમે છે. પરંતુ આજે વડીલોએ શાળાએ જવાની જીદ પકડી હતી.

વિદ્યાર્થી બનેલા વડીલોએ ફરી એકવાર કહ્યું કે “ચલો સ્કૂલ ચલે હમ”. યુનિફોર્મ પહેરીને આ વડીલો શાળાના ક્લાસમાં જઈને બેઠા. અને “વિદ્યાર્થીકાળ”ના તેમના જીવનની યાદોને તાજી કરી. અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે “મસ્તી કી પરીક્ષા” નામે કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં 50 વર્ષથી લઈ 85 વર્ષ સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

“મસ્તી કી પરીક્ષા” કાર્યક્રમમાં વિદ્યાર્થી બનીને આવેલા વડીલોએ પરીક્ષા પણ આપી અને જૂની યાદોને પણ વાગોળી. મોટી સંખ્યામાં ઉમટેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પગલે શાળાના 30 ક્લાસરૂમ ભરાઈ ગયા. તો વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે વીડિયો કોલના માધ્મયથી જોડાયા. સૌ કોઈને તેમના શાળાના જૂના દિવસોની અને પરીક્ષાની યાદ આવી ગઈ.

આમ તો પરીક્ષા આપતા ભલભલાને પરસેવો છૂટી જાય. પણ, મસ્તીની પરીક્ષામાં બધાં જ નિશ્ચિંત હતા. અને એટલે જ આ મુલાકાતને પગલે પાઠશાળા “મસ્તીની પાઠશાળા” બની ગઈ.

g clip-path="url(#clip0_868_265)">