AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coldplay Concert Notice : અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ, જાણો શું છે કારણ

Coldplay Concert Notice : અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ, જાણો શું છે કારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2025 | 6:24 PM
Share

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ મળી હોવાની વિગતો છે. અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગ દ્વારા કોન્સર્ટને નોટિસ આપવામાં આવી છે. જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા આયોજકોને ટકોર કરવામાં આવી છે. સાથે જ બાળકોને ઈયરપ્લગ વગર કોન્સર્ટમાં પ્રવેશ નહીં આપવા પણ આયોજકોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

બાળકોને લઇને ખાસ સૂચના આપવામાં આવી

અત્યંત ચર્ચિત અને લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. તે પહેલા તેને એક નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવતા ડીસીપીયુ એટલે કે ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા કોલ્ડપ્લેના આયોજકોને નોટિસ મોકલવામાં આવી છે. ખાસ કરીને જે જાહેર મંચ બનાવવામાં આવે છે તેના ઉપર કોઈપણ પ્રકારે બાળકોને બોલાવવામાં ન આવે તેમજ બાળકોનો ઉપયોગ ન કરવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે.

બાળકોને ઈયરપ્લગ વગર પ્રવેશ ન આપવા સૂચન

વિશ્વનું સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ સ્ટેડિયમમાં આવતા બાળકોને ઈયરપ્લગ વગર પ્રવેશ ન આપવામાં આવે તેવી પણ એક સૂચના આપવામાં આવી છે. આનું મુખ્ય કારણ 120 ડેસિબલથી વધુનો અવાજ છે. કોન્સર્ટમાં આટલો અવાજ ઘોંઘાટ સાબિત થાય છે અને આ જ ઘોંઘાટ બાળકોના કાન અને મન પર ઘાતક અસર કરે છે. નોટિસમાં આ પ્રકારની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .

મહત્વનું છે કે અગાઉ દેશમાં આ જ પ્રકારે પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટમાં પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કર્ણાટક સરકાર દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.મહત્વની વાત એ છે કે અમદાવાદમાં આ પ્રકારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાય તે પહેલા જ તેને નોટિસ મોકલવામાં આવી છે અને આ કોન્સર્ટ વિવાદમાં આવ્યો છે.

(With Input-Ronak Varma)

Published on: Jan 06, 2025 04:03 PM
g clip-path="url(#clip0_868_265)">