HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, હોસ્પિટલ્સમાં ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, હોસ્પિટલ્સમાં ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2025 | 1:40 PM

એચએમપીવી વાયરસ અંગે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, એચએમપીવી વાયરસ જૂનો છે, પરંતુ હાલમાં તેનો ફેલાવો વધ્યો છે. આ વાયરસના લક્ષણો કોવિડ કરતાં હળવા છે.

અત્યારે એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જ્યાં એચએમપીવી જુનો વાયરસ છે, હાલમાં ફેલાવો વધ્યો છે. એટલે કે પહેલાથી આ વાયરસ મૌજુદ હતો. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. હાલ તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે. તેવું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કહે રહ્યા છે. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે તે પણ તેમણે જણાવ્યું છે.

HMPV જૂનો વાયરસ છે-ઋષિકેશ પટેલ

ગુજરાતના અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. જે પછી HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે HMPV જૂનો વાયરસ છે અને હાલમાં તેનો ફેલાવો વધ્યો છે. તેનાથી ડરવાની જરૂર નથી. હાલ તેનું સંક્રમણ ચોક્કસપણે વધ્યું છે.

આપણે તેનાથી ડરવાની જરુર નથી-ઋષિકેશ પટેલ

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ એચએમપીવી વાયરસ નવો નથી. આ જુનો જ વાયરસ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે. છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એને આપણે ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી, ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.

‘ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરશે’

એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે ઠંડીની ઋતુમાં તેની સક્રિયતા વધી જતી હોય છે. આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. અને આ વાયરસને સંબંધિત કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ હોવાનું પણ તેમણે જણાવ્યું.તેમણે જણાવ્યુ કે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે. લક્ષણો પ્રમાણેની સારવાર કરવાની રહેશે. ટેસ્ટ માટેની કીટ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાં પહોંચશે. સાથે જ તેમણે જણાવ્યુ કે ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરશે.

g clip-path="url(#clip0_868_265)">