BZ Ponzi scheme : કૌભાંડી ઝાલાની પ્રેમ જાળમાં ફસાઈ મહિલાઓ ! એક મહિલા PI સહિત 4 મહિલાઓને આપ્યું હતુ લગ્ન કરવાનું વચન, જુઓ Video
BZ ગ્રુપ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઝાલાની વૈભવી લાઈફસ્ટાઈલથી યુવતીઓ આકર્ષાઈ હોવાનું સામે આવ્યુ છે.બીઝેડ ગ્રુપમાં રોકાણકરનાર હજારો રોકાણકારોને રાતા પાણીએ નવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા રોફ બતાવતો હોવાનો ખુલાસો થયો છે.
BZ ગ્રુપ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઝાલાની વૈભવી લાઈફસ્ટાઈલથી યુવતીઓ આકર્ષાઈ હોવાનું સામે આવ્યુ છે.બીઝેડ ગ્રુપમાં રોકાણકરનાર હજારો રોકાણકારોને રાતા પાણીએ નવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા રોફ બતાવતો હોવાનો ખુલાસો થયો છે. નેતા-અધિકારીઓ સાથે ઘરોબા હોવાના હોવાનો પણ દેખાડો કરતો હતો. વૈભવી લાઈફ સ્ટાઈલ વડે પ્રભાવ પાડવા પ્રયાસ કરતો હોવાનો ખુલાસો થયો છે.
નેતા-અધિકારીઓ સાથે ઘરોબા હોવાના દર્શાવતો રોફ
ભૂપેન્દ્ર ઝાલાની લોકોના પૈસાની વૈભવી લાઈફસ્ટાઈલથી યુવતીઓ આકર્ષાતી હતી. ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી લાઈફસ્ટાઈલથી પાછળ કેટલીક મહિલાઓ ઘેલી બની હતી. માત્ર રોકાણકારો જ નહીં ઝાલાની જાળમાં અનેક મહિલાઓ – યુવતીઓ પણ ફસાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથે ચાર જેટલી મહિલાઓ લગ્ન કરવા ઘેલી બની હતી. બે અન્ય મહિલા સહિત મહિલા પીઆઈને પણ લગ્નનું વચન આપ્યું હતું. એપ્રિલ- મે માસમાં લગ્ન કરવાની તૈયારીઓ કરવા મહિલાને વાત કરી હતી.
ઝાલાની જાળમાં મહિલાઓ-યુવતીઓ પણ ફસાઈ!
હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલા પણ પ્રેમમાં પાગલ બની હતી. મહિલાના ચેટ જોઈ સીઆઈડીની ટીમ તપાસમાં પહોંચતા ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં માટે પહોંચેલી ટીમ સાથે મહિલાના પરિવારની બોલાચાલી થતા મામલો ચર્ચામાં આવ્યો હતો. હિંમતનગર શહેરના સુખી પરિવારની મહિલા પણ કૌભાંડી પાછળ ઘેલી હતી.
મુશ્કેલીના દિવસોમાં મહિલાએ આર્થિક મદદ કર્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. મહેસાણા જિલ્લાની પણ એક મહિલા પણ કૌભાંડીની પ્રેમ જાળમાં ફસાઈ હતી. ખોટા આકર્ષણમાં ફસાયેલી મહિલાઓ સોશિયલ મીડિયા પર પ્રેમ દર્શાવી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આકર્ષિત થયેલી મહિલાઓ અને રોકાણકારોની ગિફ્ટ તપાસમાં કબ્જે થઈ શકે છે.