અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ

06 January, 2025

અમદાવાદના ટોચના પાંચ સૌથી ધનિક વ્યક્તિઓમાં ગૌતમ અદાણી, પંકજ પટેલ સહિત અનેક નામોનો સમાવેશ થાય છે.

અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $84.8 બિલિયન છે, ભારતના બીજા અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે

ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલની સંપત્તિ $7.1 બિલિયન છે, જે તેમને ભારતના ટોચના ધનિકોમાં સ્થાન આપે છે

ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા પણ અમદાવાદના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $3.5 બિલિયન છે.

એસ્ટ્રાલ પોલી ટેક્નોલોજીસના સંસ્થાપક સંદીપ એન્જિનિયરનું નામ પણ અમદાવાદના ધનિક ઉદ્યોગપતિઓમાં આવે છે, તેમની સંપત્તિ $1.5 બિલિયન છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના રાજીવ મોદી પણ શહેરના સમૃદ્ધ ઉદ્યોગપતિઓમાં સામેલ છે, તેમની સંપત્તિ $1.8 બિલિયન છે.

આ સહિત અનેક એવા બિઝનેસમેન છે જેમણે અમદાવાદથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.