મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌદાન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધા કાર્યરત રહેશે
મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ગૌપૂજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. જે લોકો તીર્થ સ્થાનોઓ રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આ વર્ષે મકરસંક્રાંતિએ સવારે 9 વાગ્યાથી ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

આગામી 14 જાન્યુઆરીને મકરસંક્રાંતી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન ગૌપુજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસને દાનપુણ્ય માટે અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિએ ભાવિકો વિવિધ પ્રકારની પૂજા, જેમ વિશેષ રૂપે ગૌ-પૂજન ગૌદાન સહિતના અનેક ધાર્મિક કાર્યો ધાર્મિક સ્થાનોમાં કરતા હોય છે.

જેઓ તીર્થ સ્થાનોમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આગામી મકરસંક્રાંતિએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૦૯:૦૦ વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મકરસંક્રાતિ પર સવારે 11 વાગ્યે સોમનાથ મહાદેવનો તલનો અભિષેક તેમજ સાયમ્ શ્રૃંગારમાં વિશેષ તલનો શૃંગાર કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં 240 થી વધુ ગીર ગૌવંશનું પાલન સેવા અને સંવર્ધન કરવામાં આવે છે.

શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગૌપુજન, તેમજ પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં "એક ગીરગાય" દતક લઈ ગૌશાળા માં તેમના નિભાવ માટે માટે રૂ.31000 નું દાન દઈ શકાય છે.

હાલ ટ્રસ્ટ પાસે 240 જેટલી ગીર ગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી સેવાનો ભાવિકો લાભ લઈ શકે છે.

સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ તા.14/01/2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.
ગૌ-સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ https://somnath.org પરથી પોતાની સેવા નોંધાવી શકે છે.
Input Credit- Yogesh Joshi- Somnath
સોમનાથ મંદિર સહિત તમામ મોટા મંદિરોના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
