Kutch : ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં 490 ફૂટ ઊંડે ખાબકી, બચાવ કામગીરી પૂરજોશમાં, જુઓ Video

Kutch : ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં 490 ફૂટ ઊંડે ખાબકી, બચાવ કામગીરી પૂરજોશમાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2025 | 3:08 PM

એક 18 વર્ષીય યુવતી કચ્છના ભુજમાં એક 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને NDRF ટીમને પણ બોલાવવામાં આવી છે. યુવતીની સ્થિતિ અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ બચાવ કાર્ય યથાશક્તિ ચાલુ છે.

કચ્છથી કે જ્યાં એક યુવતી બોરવેલમાં ખાબકી છે. ભુજના કંડેરાઇ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી હોવાની માહિતી મળી છે. આ યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી હોવાની માહિતી. ભુજ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. બચાવ ફાયરની ટીમ પણ કામગીરીમાં જોડાઇ છે. NDRFની ટીમને પણ જાણ કરાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે.

યુવતીને ઓક્સિજન મળે તે માટે કામગીરી ચાલુ

સ્થાનિક લોકો તથા તેના પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતી ગઈકાલે 5 વાગ્યા બાદ ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરતા આજે સવારે માલુમ પડ્યું હતું કે યુવતી સંભવતઃ તે બોરવેલમાં પડી ગઈ છે અને તેને લઈને હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ આરંભી છે. કચ્છ પશ્ચિમ કચ્છના એસપી, એસડીએમ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ આ તમામની ટીમ છે તે હાલ તે ઘટનાસ્થળે છે અને યુવતીને ઓક્સિજન મળે તે માટે કામગીરી ચાલુ કરી છે.

યુવતી 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયુ

ખાસ કરીને યુવતીની શું સ્થિતિ છે તે જાણવા માટે બોરવેલમાં કેમેરા નાખવામાં આવ્યા. રેસ્ક્યૂ ટીમને યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે. 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયુ છે. યુવતી જીવિત છે કે નહી તે અંગે તપાસ ચાલુ છે. NDRFની ટીમ છે તેને પણ ગાંધીનગરથી બોલાવવામાં આવે એનો કોલ આપી દેવામાં આવે છે જેથી તે ટીમ પણ બચાવ અને રાહત કામગીરી માટે પહોંચશે. હાલ યુવતીની શું સ્થિતિ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

કચ્છના તમામ મહત્વના જે વિભાગો છે તેમના અધિકારીઓ હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તમામ પ્રકારની મદદ યુવતીને મળે તે માટેની સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલ શરૂ કરવામાં આવ્યું છે.બોરવેલમાં યુવતીને ઓક્સિજન મોકલવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. કલેકટર અમિત અરોરા ઘટનાસ્થળે પહોંચ્યા છે. કલેકટરે સ્થિતિ અંગે માહિતી મેળવી. NDRFની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાશે.

Published on: Jan 06, 2025 03:02 PM
g clip-path="url(#clip0_868_265)">