IPL 2025 ફાઈનલ પહેલા હાઉસફુલ થઈ અમદાવાદની હોટલો, ભાવ બે ગણા વધ્યા
આઈપીએલ બીજી ક્વોલિફાયર મેચ 1 જૂને અને ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ શહેરની હોટલોમાં ભાવ વધ્યા છે. એક સમયે જે હોટલનો રુમ 5 હજારમાં બુક થતો હતો. તેના આજે ડબલ ભાવ કરી દેવામાં આવ્યા છે.

RCB ટીમ IPL 2025ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે, વિરાટ કોહલીનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન પણ સાકાર થવાની ખૂબ નજીક છે. આ સપનું વિરાટનું હોય તો તેના ચાહકો થોડા પાછળ રહે. તેમજ પંજાબની ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમશે. તો તેના ચાહકો પણ અમદાવાદ આવવા માટે આતુર છે.

RCBએ IPL 2025ના ક્વોલિફાયર 1માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી છે. આ સિઝનની ફાઇનલમાં પહોંચનારી તે પહેલી ટીમ છે. 9 વર્ષ પછી RCBના IPL ફાઇનલમાં પહોંચવાથી ફરી એકવાર તેના ચાહકોની આશાઓ વધી ગઈ છે.

આરસીબીને ફાઇનલમાં પહોંચાડવામાં વિરાટ કોહલીએ મોટી ભૂમિકા ભજવી છે. હવે વિરાટ કોહલીની સાથે તેના ચાહકો પણ તેને સપોર્ટ કરવા પૈસા સામે જોઈ એવું લાગતું નથી.

અમદાવાદ શહેરમાં આઈપીએલની ફાઈનલ રમાવાની છે. ત્યારે સ્વાભાવિક છે કે,વિરાટ કોહલી અને તેમની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો દુર-દુરથી આવવાના છે. તેમના ચાહકો, બેંગ્લોર,મુંબઈ,દિલ્હી,હૈદરાબાદમાંથી આઈપીએલની ફાઈનલ જોવા માટે આવશે.

હવે આઈપીએલ ફાઈનલને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના હોટલના ભાવ સામાન્ય દિવસો કરતા ચાર ગણા થયા છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર કેટલીક હોટલ તો ફાઈનલ માટે આજથી હાઉસફુલ થઈ ચૂકી છે.

અમદાવાદમાં હોટલની માંગ ઘણી વધી ગઈ છે અને લગભગ બધી જ હોટલોના મોટાભાગના રૂમ બુક થઈ ગયા છે.આઈપીએલની ફાઈનલ મેચો દરમિયાન હોટલના રૂમના ભાડામાં 70 થી 95 ટકાનો વધારો થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના હોટલના ભાવમાં પણ વધારો થયો છે. આ સાથે આરસીબી સામે , મુંબઈ, ગુજરાત અને પંજાબ કિંગ્સ આ ત્રણ ટીમમાંથી કોઈ એક ફાઈનલમાં રમશે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
