Unpaid college fees : કોલેજની ફી સમયસર ન ભરી શકો, તો કોલેજ તમને કાઢી શકે ? જાણી લો
જો તમે કોલેજમાં ભણતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. કોલેજમાં આ પ્રકારની ઘટનાઓ અનેક લોકો સાથે બનતી હોય છે.

ઘણી વખત વિદ્યાર્થીઓ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે સમયસર ફી ચૂકવી શકતા નથી.

આવી સ્થિતિમાં, કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગોમાં બેસવા ન દેવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે.

ક્યારેક, પરીક્ષામાં બેસવાની પરવાનગી પણ આપવામાં આવતી નથી.

પણ શું કોઈ કોલેજ ફી ન ભરવા બદલ વિદ્યાર્થીઓને કાઢી મૂકી શકે છે? ચાલો જાણીએ કે આ અંગે શું કાયદો છે.

તાજેતમાં ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં રાજ્યની દીકરીઓના મોતથી હાહાકાર થઈ ગયો હતો. છેલ્લા થોડા સમયથી અનેક જિલ્લાઓમાંથી દીકરીના અગમ્ય કારણોસર મોત અને આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. સૌથી વધુ ચોંકાવનારી ઘટના કચ્છ અને સુરતની છે. આ બંને જિલ્લામાં શાળાના ત્રાસથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો થયો છે.

પટિયાલા કોર્ટના વકીલ મહમૂદ આલમ કહે છે કે કલમ 21-A હેઠળ, 4 થી 14 વર્ષની વયના બાળકો માટે શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર છે.

શાળા ફી ન ચૂકવવાના કારણે વર્તમાન સત્ર દરમિયાન કોઈપણ શાળા અધિકારી વિદ્યાર્થીને વર્ગોમાં હાજરી આપવા અથવા પરીક્ષામાં બેસતા અટકાવી શકશે નહીં.

જોકે, કોલેજમાં આ લાગુ પડતું નથી. જો કોઈ વિદ્યાર્થી ફી ભરવામાં અસમર્થ હોય, તો કોલેજ તેને વર્ગોમાં હાજરી આપવા અને પરીક્ષા આપવાથી રોકી શકે છે.
શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ શીખવવામાં આવે છે. આમાં સ્કીલ ડેવલોપમેન્ટ, વેપાર અથવા વ્યવસાયોના વિકાસ અને નૈતિક વિકાસ અને ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એજ્યુકેશનના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































