પિતા બાદ દિકરો પણ કરવા જઈ રહ્યો છે બીજી વખત લગ્ન, આવો છે સ્ટાર અભિનેતાનો પરિવાર

સાઉથ સ્ટાર અક્કીનેની નાગા ચૈતન્ય જે તેની ફિલ્મો અને કારકિર્દી માટે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહ્યો છે. સામંથા લે સાથે છૂટાછેડા લીધા પછી, અભિનેતા ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. તો નાગા ચૈતન્યના પરિવાર વિશે જાણો.

| Updated on: Nov 23, 2024 | 10:08 AM
નાગા ચૈતન્યનો જન્મ 23 નવેમ્બર 1986ના રોજ હૈદરાબાદમાં અભિનેતા અક્કીનેની નાગાર્જુન અને લક્ષ્મી દગ્ગુબાતીને ત્યાં થયો હતો.તેમના પિતા સહિત પરિવારનું તેલુગુ સિનેમામાં મોટું નામ છે.

1 / 11
મીડિયા રિપોર્ટ મુજબ નાગા ચૈતન્ય અને શોભિતા આ વર્ષના અંત કે પછી વર્ષ 2025માં લગ્ન કરશે. તો આજે આપણે સ્ટાર નાગા ચૈતન્યના પરિવાર વિશે વાત કરીશું.

2 / 11
નાગાર્જુનના મોટા પુત્રનું નામ નાગા ચૈતન્ય અને નાના પુત્રનું નામ અખિલ અક્કીનેની છે. નાગાર્જુનના બંને પુત્રોની માતાઓ અલગ-અલગ છે. જ્યારે નાગા ચૈતન્ય તેની પ્રથમ પત્ની લક્ષ્મી દગ્ગુબાતીનો પુત્ર છે,અક્કીનેનીની માતા અમલા અક્કીનેની નાગાર્જુનની બીજી પત્ની છે.

3 / 11
નાગાર્જુને 1984માં લક્ષ્મી દગ્ગુબાતી સાથે લગ્ન કર્યા હતા. તેમના 1990માં છુટાછેડા થયા હતા.જ્યારે નાગાર્જુને ભૂતપૂર્વ અભિનેત્રી અમલા મુખર્જી સાથે લગ્ન કર્યા, ત્યારે લક્ષ્મીએ સુંદરમ મોટર્સના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ શરથ વિજયરાઘવન સાથે લગ્ન કર્યા હતા.

4 / 11
અભિનેતાનું શિક્ષણ પદ્મ શેષાદ્રી બાલા ભવન, ચેન્નાઈ અને એએમએમ સ્કૂલ ચેન્નાઈ ખાતે થયું હતું.ત્યારબાદ તેણે સેન્ટ મેરી કોલેજ, હૈદરાબાદમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું.નાગાર્જુનને તેમના કૉલેજના બીજા વર્ષ દરમિયાન અભિનયમાં કરિયર બનાવવાની ઈચ્છા થઈ હતી.

5 / 11
 તેણે મુંબઈમાં ત્રણ મહિનાના એક્ટિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો. તેણે અભિનયની શરૂઆત કરતા પહેલા એક વર્ષ માટે વોઈસ અને ડાયલોગનું કોચિંગ લેવા ઉપરાંત લોસ એન્જલસમાં અભિનય અને માર્શલ આર્ટની વધુ તાલીમ મેળવી હતી.

6 / 11
ચૈતન્યએ 2009માં વાસુ વર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ જોશથી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે કોલેજના વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી. તેમજ ચૈતન્યએ સાઉથ બેસ્ટ મેલ ડેબ્યુ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.2022માં ચૈતન્યએ કોમેડી ડ્રામા લાલ સિંહ ચઢ્ઢા સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ.

7 / 11
નાગા ચૈતન્યે સાઉથની સુપર સ્ટાર સમાંથા રુથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના 2021માં છુટાછેડા લીધા હતા. હવે અભિનેતા બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે.

8 / 11
 નાગાર્જુનના બીજા દિકરા અખિલ અક્કિનેનીએ ડિઝાઈનર શ્રેયા ભૂપાલ સાથે સગાઈ કરી હતી. પરંતુ અમુક કારણોસર બંન્નેના સંબંધો તુટી ગયા હતા.અખિલ અક્કિનેની પણ સાઉથમાં મોટું નામ છે.

9 / 11
નાગા ચૈતન્ય તેલુગુ સિનેમાનો મોટો સુપરસ્ટાર છે. તે કરોડોની સંપત્તિનો માલિક પણ છે. નાગા ચૈતન્ય પાસે વિશ્વની સૌથી મોંઘી કાર અને બાઇકનું અદ્ભુત કલેક્શન છે.

10 / 11
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ 8 ઓગસ્ટના રોજ બંને પરિવારોની હાજરીમાં સગાઈ કરી હતી. શોભિતા ધૂલીપાલા વેબ સિરીઝ 'મેડ ઇન હેવન 2'માં જોવા મળી હતી.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">