સામંથા રુથ પ્રભુ
સામંથા રુથ પ્રભુએ સાઉથ એક્ટ્રેસની એ એકટ્રેસ છે જે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. આ એકટ્રેસનો જન્મ 28 એપ્રિલ 1987ના રોજ તમિલનાડુમાં થયો છે. તેના પિતા જોસેફ તેલુગુ છે અને માતા નિનેટ પ્રભુ મલયાલી છે. ગ્રેજ્યુએશન પુરુ થતાં મોડેલિંગમાં ગઈ. સામંથાએ ગૌતમ વાસુદેવ મેનનની તેલુગુ ફિલ્મ, યે માયા ચેસાવે (2010) થી તેની કરિયરની શરૂઆત કરી હતી. તેનું બીજુ નામ સામંથા અક્કિનેની પણ છે.
તેને ચાર ફિલ્મફેર એવોર્ડ સાઉથ સહિત અસંખ્ય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. એમેઝોન પ્રાઇમ વીડિયો થ્રિલર સિરીઝ ધ ફેમિલીમાં તેના અભિનયથી તે ચર્ચામાં રહી હતી. વર્ષ 2023માં તેને શાકુંતલમ અને કુશી બે મહત્વપુર્ણ ફિલ્મોમાં તેને અસફળતાનો સામનો કરવો પડ્યો છે.
નાગા ચૈતન્ય અને સામંથાએ 2017માં લગ્ન કર્યા પહેલા ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. કપલે 2021માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. કારણ કે તેઓએ અંગત બાબત સાથે વ્યવહાર કરવા માટે ગોપનીયતાની વિનંતી કરી હતી.
શું છે ‘ભૂત શુદ્ધિ વિવાહ’ જે વિધિથી સામંથા રૂથ પ્રભુએ કર્યા લગ્ન? જાણો અહીં
સમન્થા રૂથ પ્રભુએ તેના લગ્ન માટે એક પ્રાચીન વિધિ અપનાવી હતી, જેના કારણે લોકોમાં ભૂત શુદ્ધિ વિવાહ શું છે તે અંગે ઉત્સુકતા જગાવી છે.
- Devankashi rana
- Updated on: Dec 2, 2025
- 12:32 pm
Breaking News: સામંથા રૂથ પ્રભુએ કર્યા બીજા લગ્ન? વીડિયો આવ્યો સામે
એક નજીકના સૂત્રનો દાવો કર્યો છે કે બંને પતિ-પત્ની બન્યા છે અને 1લી ડિસેમ્બરે કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં સાદાઈથી લગ્ન કર્યા છે. જોકે, રાજ કે સમંથા બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ એક વીડિયો સામે આવ્યો છે જે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે.
- Devankashi rana
- Updated on: Dec 1, 2025
- 1:03 pm
સામંથા રૂથ પ્રભુએ રાજ નિદિમોરુ સાથેના તેના સંબંધોની કરી પુષ્ટિ? વાયરલ ફોટા ઉઠ્યા પ્રશ્ન
લાંબા સમયથી એવી અફવાઓ ફેલાઈ રહી છે કે તે ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે. દરમિયાન, સામંથાની એક પોસ્ટે ફરી એકવાર અફવાઓને વેગ આપ્યો છે, જેનાથી અભિનેત્રીએ ડાયરેક્ટર સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.
- Devankashi rana
- Updated on: Nov 8, 2025
- 1:58 pm
એકમાત્ર અભિનેત્રી, જેણે છૂટાછેડા પર ઠુકરાવી 200 કરોડની એલિમની ! એક પૈસો પણ લેવાની ના પાડી
યુઝવેન્દ્ર તેની પત્ની ધનશ્રીને 4 કરોડ રૂપિયાથી વધુની એલિમની આપી રહ્યો છે. આ દરમિયાન, એક ભારતીય અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે જેણે 200 કરોડની Alimonyને ઠુકરાવી દીધી હતી અને 1 રુપિયો પણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
- Devankashi rana
- Updated on: Mar 23, 2025
- 11:52 am
Year Ender 2024 : જાહન્વી કપૂરથી લઈ બોબી દેઓલ સહિત આ બોલિવુડ સ્ટારે કરી સાઉથમાં એન્ટ્રી
વર્ષ 2024માં બોલિવુડ અને સાઉથ સ્ટાર માટે ખુબ ખાસ રહ્યું છે. જેમાં કેટલાક એવા સ્ટાર છે જેમણે બોલિવુડમાં ડેબ્યુ કર્યું તો કેટલાક એવા બોલિવુડ સ્ટાર છે જેમણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. તો ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર
- Nirupa Duva
- Updated on: Dec 11, 2024
- 9:16 am