શહેનાઝ ગિલે નવી લક્ઝરી કાર ખરીદી, કિંમત જાણી ચોંકી જશો, જુઓ ફોટો
બિગ બોસ સ્પર્ધક અને પંજાબની કેટરિનાથી ફેમસ શહેનાઝ ગિલે કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી છે. શહેનાઝ ગિલે સોશિયલ મીડિયા પર નવી લક્ઝરી મર્સિડીસ કારનો ફોટો શેર કર્યો છે આ સાથે એક ઈમોશનલ નોટ પણ લખી છે.

સિંગર અને અભિનેત્રી શહેનાઝ ગિલે આજે એક નવી મર્સિડિસ કાર ખરીદી છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે. શહેનાઝની આ પોસ્ટ પર સેલિબ્રિટી અને ચાહકો શુભકામના આપી રહ્યા છે.

શહેનાઝ ગિલે પોતાની ડ્રીમ કાર ખરીદી છે. તેમણે બ્લેક રંગની Audi GLS ખરીદી છે, જેની કિંમત ભારતમાં 1.34 કરોડ રૂપિયાથી વધુ છે.ફોટોમાં વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સમાં શહેનાઝ ખુબ સુંદર લાગી રહી છે.

શહેનાઝે કરોડોની કિંમતની પોતાની કારની પૂજા કરી અને કારના બોનેટ પર સ્વસ્તિક બનાવીને શુભ શરૂઆત પણ કરી.આ કાર લક્ઝરી ફ્યુચરથી ભરપુર છે.

આજે શહેનાઝ ગિલે જે મર્સિડિસ જીએલએસ કાર ખરીદી છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે. શહેનાઝે સુંદર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું સપનાથી લઈ ડ્રાઈવવે સુધી, મારી મહેનતના હવે આ 4 પૈંડા છે.આજે ખુબ ખુશ છું. વાહેગુરુ તેરા શુક્ર

શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ નવી લક્ઝરી કારની શુભકામના પાઠવી રહ્યા છે.અનિલ કપૂરની દીકરી અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે પણ શહેનાઝને શુભકામના પાઠવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં મર્સિડિસ-બેન્ઝ GLS ની એક્સ-શોરૂમ કિંમત સામાન્ય રીતે આ મુજબ હોય છે. બેઝ મોડેલની કિંમત રૂ. 1.34 કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડેલની કિંમત રૂ. 1.39 કરોડ સુધી જાય છે. GLS પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
પંજાબની કેટરિના શહેનાઝ ગિલના પરિવાર વિશે જાણો, જેમણે ટુંકા સમયમાં લાંબી છલાંગ લગાવી, ગિલના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































