Rapper Raftaar Wedding : કોણ છે રેપર રફતારની દુલ્હન મનરાજ જાવંડા, જુઓ ફોટો
છૂટાછેડાના લગભગ 5 વર્ષ પછી, રફ્તાર બીજી વખત વરરાજા બનવા માટે તૈયાર છે. રફ્તાર ફેશન સ્ટાઈલિસ્ટ મનરાજ જાવંડા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ફંકશનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રફતાર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પણ વધારે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહ્યો છે.હવે એવી ચર્ચા થઈ રહી છે કે, છુટાછેડાના 5 વર્ષ પછી રફતાર બીજી વખત લગ્ન કરી રહ્યો છે. પ્રી વેડિંગ ફંક્શનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રફ્તાર બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કે, કોણ છે તેની દુલ્હન, તો ચાલો આપણે જાણીએ કે, રફતાર સાથે લગ્ન કરવા જઈ રહેલી મનરાજ જાવંડા કોણ છે.

તમને જણાવી દઈએ કે, રફતારે દિલ્હીમાં વર્ષ 2016માં કોમલ ડી વોહરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન વધારે ટક્યા નહિ અને બંન્ને છુટાછેડા લઈ લીધા હતા. હવે બીજી વખત મનરાજ જાવંડા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

રફતાર ફેશન સ્ટાઈલિશ મનરાજા જાવંદા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એક હોર્ડિંગ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડિલિન અને મનરાજાનું હેશટેગ પણ જોવા મળી રહ્યું છે. અન્ય એક વીડિયોમાં મનરાજા ડાન્સ કરતી જોવા મળી રહ્યો છે. તેમજ મેહંદીના ફોટો પણ વાયરલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, મનરાજા ફેશન સ્ટાઈલિશની સાથે ડિઝાઈનર પણ છે. તેમજ ફિટનેસ ફ્રિક પણ છે. હાલમાં નેટફ્લિકસ પર આવેલી Pretty Little Liarમાં જોવા મળી હતી. ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

રફતારના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. રફતાર ખુબ જ લગ્ઝરી લાઈફ જીવે છે
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે,બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































