Madhur Bhandarkar Family Tree : મધુર ભંડારકરે પોતાની કારકિર્દીની અનેક હિટ ફિલ્મો આપી છે, જાણો તેના પરિવાર વિશે
મધુર ભંડારકર (Madhur Bhandarkar) 55 વર્ષના થઈ ગયા છે. આવો જાણીએ મધુરના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને વિવાદો વિશે તેમજ તેના પરિવાર વિશે.

ફેશનથી લઈને ઈન્દુ સરકાર સુધી, મધુર ભંડારકર પોતાની ફિલ્મો દ્વારા રાજકારણ અને ગ્લેમરની દુનિયામાં કેટલાક કડવા સત્યોને બહાર લાવવામાં સફળ રહ્યા છે. આજે તેમનો 50મો જન્મદિવસ છે

બોલિવૂડમાં પોતાના અભિનય તેમજ ઉત્કૃષ્ટ નિર્માણ અને દિગ્દર્શન માટે નામના મેળવનાર મધુર ભંડારકર 26 ઓગસ્ટ, 2023ના રોજ તેમનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે તે બોલિવૂડના જાણીતા નિર્દેશકોમાંથી એક છે. જોકે, સફળતાના આ મુકામ સુધી પહોંચવાની તેની સફર જરા પણ આસાન રહી નથી. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

મધુર ભંડારકરનો જન્મ 26 ઓગસ્ટ 1968ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર હતા અને માતા ગૃહિણી હતી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મધુરને અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. પરંતુ આનાથી તેની ફિલ્મો પ્રત્યેની રુચિ જરા પણ ઘટી ન હતી. અભિનેતાએ ફિલ્મ 'રંગીલા'થી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પછી તેણે એક્ટિંગ લાઇનને અલવિદા કહી દીધું અને ડિરેક્શનની દુનિયામાં પોતાની કરિયર બનાવી. તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર તરીકે મધુર ભંડારકરે 'ચાંદની બાર', 'પેજ 3', 'સત્તા', 'ટ્રાફિક સિગ્નલ', 'ફેશન' અને 'હિરોઈન' જેવી ઘણી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

મધુર ભંડારકરે રેણુ નંબુદિરી ભંડારકર સાથે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. બંનેના સુખી દામ્પત્ય જીવનમાં એક પુત્રી છે, જેનું નામ સિદ્ધિ છે. મધુર ભંડારકર ઘણીવાર તેની પુત્રી અને પત્ની સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

ભંડારકરે તેની ગર્લફ્રેન્ડ રેણુ નંબૂદિરી સાથે 15 ડિસેમ્બર 2003ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા. તેમને સિદ્ધિ નામની પુત્રી છે. હાલમાં બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક મધુર ભંડારકર અને ભાજપના પ્રભારી બિપ્લબ કુમાર દેબ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલને મળ્યા હતા. મધુર ભંડારકર પદ્મશ્રી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે. તેણે પોતાની ફિલ્મોથી દર્શકોમાં એક અલગ ઓળખ બનાવી છે.