IPL 2026 Auction: 3 સ્ટાર ખેલાડીઓ પર IPL ઓક્શનમાં પ્રતિબંધ, BCCI એ કરી કડક કાર્યવાહી
IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને 1,005 ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે પ્રતિબંધને કારણે ઓક્શન માટે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી.

IPL 2026 મીની ઓક્શન માટે BCCI એ 350 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. કુલ 1,005 ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ખેલાડીઓની એન્ટ્રી જ કેન્સલ કરી દેવામાં આવી છે.

આ ત્રણ ખેલાડીઓ છે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ, હેરી બ્રુક અને જેસન રોય. BCCI ના નિયમના કારણે IPL 2026 મીની ઓક્શનમાં તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

BCCI એ વિદેશી ખેલાડીઓ માટે નિયમો લાગુ કર્યા છે અને આ ત્રણેય ખેલાડીઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું, જેથી તેમને ઓક્શનમાંથી બહાર કરવામાં આવ્યા છે.

BCCI ના નિયમ અનુસાર જો કોઈ વિદેશી ખેલાડી ઓક્શનમાં વેચાયા બાદ ઈજા સિવાય ખસી જાય કે સિઝન અધવચ્ચે છોડી દે, તો તેમના પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવશે. આ કારણે જ IPL 2026 મીની ઓક્શનમાંથી ઇંગ્લેન્ડના ત્રણેય ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.

2025 માં દિલ્હી કેપિટલ્સ દ્વારા હેરી બ્રુકને ₹6.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેણે ઇંગ્લેન્ડની સ્થાનિક સિઝન રમવા IPL છોડી દીધી. તેથી, બ્રુક પર 2026 અને 2027 માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેસન રોયે 2024 માં વ્યક્તિગત કારણોસર IPL સિઝન અધવચ્ચે છોડી દીધી હતી અને 2025 ઓક્શનમાં તેણે ભાગ પણ જ ના લીધો. જેથી તેના પર પ્રતિબંધ લાગ્યો છે.

બેન સ્ટોક્સે પણ IPL સિઝન અધવચ્ચે છોડી દીધી હતી, અને હવે તે પણ આ જ પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. બેન સ્ટોક્સ IPL મીની ઓક્શનમાં ભાગ નહીં લઇ શકે. (PC:PTI/GETTY)
IPL 2026 સિઝન પહેલા ખેલાડીઓ પર લાગશે બોલી. મીની ઓક્શન માટે સ્ટેજ તૈયાર. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
